વિકાસની વાત

સુસ્વાગતમ વડાપ્રધાન… નરેન્દ્ર મોદી આવતીકાલે આવશે ગુજરાત…

116views

લોકસભાની ચૂંટણીમાં  જંગી બહુમતીથી વિજયી બન્યા પછી નરેન્દ્ર  મોદી આવતીકાલે ગુજરાત આવશે.પીએમ મોદી તેમની માતાના આર્શીવાદ લેશે અને તારીખ 27 તારીખે કાશી પહોંચીને કાશીના લોકોનો આભાર માનશે.  પીએમ મોદીએ ટ્વીટ કરીને આ જણાવ્યુ છે.

લોકસભાની ચૂંટણીની  જીત પછી પીએમ પહેલી વાર ગુજરાત આવી રહ્યા હોવાથી ગુજરાતમાં ભવ્ય સ્વાગતની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ગુજરાતના લોકો પીએમને આવકારવા આતુર છે પીએમ સાંજે 4 વાગ્યે અમદાવાદ પહોંચશે. તે પહેલા તેઓ સુરતની મુલાકાત લઈને ખાનપુુર ભાજપ કાર્યાલય જઈ શકે છે. રાજભવનામાં રાત્રીરોકાણ કરશે. આ દરમિયાન મોદી માતા હીરાબાના આશીર્વાદ લેશે. જ્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ 29મીએ ગુજરાતની મુલાકાત લેશે. ગાંધીનગરના સાંસદ અમિત શાહ ગુજરાત આવશે. નારણપુરા વિસ્તારમાં એક વિશાળ જનસભાને સંબોધી મતદાતાઓનો આભાર માનશે.

 

વડાપ્રધાન મોદી તેમની માતા હિરાબેન સાથે

 

error: Content is protected !!