રાજનીતિ

ઇશરત જહાંએ PM મોદીને ત્રિપલ તલાક પ્રથા સમાપ્ત કર્યા બદલ રાખડી બાંધીને આભાર માન્યો

119views

ત્રિપલ તલાક કેસમાં અરજદારોમાંની એક ઇશરત જહાએ ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાખડી બાંધી હતી. ત્રિપલ તલાક પ્રથાને કાનૂની સ્વરૂપે રદ કરવા બદલ મુસ્લિમ બહેનોએ પીએમનો આભાર માન્યો હતો. ઈશતર જહાંએ દિલ્હીમાં વડા પ્રધાનને ત્રિરંગી રાખડી બાંધી અને કહ્યું હતું કે એમને આ તક મળતાં તેઓ ખુશ છે. જો કે, જહાને કહ્યું હતું કે તેઓ થોડું દુ:ખ અનુભવી રહ્યા છે કે તે પીએમને રસગુલ્લાનુ બોક્સ આપી શકતી નથી.

ઈશરત જહાએ વધુમાં મીડિયાને કહ્યું હતુ કે, મારી બધી મુસ્લિમ બહેનો વતી મેં ત્રિપલ તલાકની પ્રથાને એક જ સમયે ગેરકાયદે બનાવવા બદલ વડા પ્રધાનનો આભાર માન્યો છે.

વડાપ્રધાને તેમના જવાબમાં કહ્યું કે તમારો હક છે તે તમને મળવો જોઈએ. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 1 ઓગસ્ટના રોજ સંસદ દ્વારા પસાર કરાયેલ મુસ્લિમ મહિલા (લગ્નના અધિકારનું રક્ષણ) બિલ, 2019 લાગુ કરવા માટે મંજૂરી આપી હતી. આ હેઠળ મૌખિક, લેખિત, એસએમએસ અથવા વોટ્સએપ અથવા અન્ય કોઈ ઇલેક્ટ્રોનિક ચેટ દ્વારા ત્રણ તલાક ગેરકાયદે જાહેર કરાયા હતા.

Leave a Response

error: Content is protected !!