રાજનીતિ

ફરી રાહુલ ગાંધીએ દેશ અને સેનાનું અપમાન કર્યુ.. કોંગ્રેસ પાર્ટીની વિચારધારા પર ઉઠ્યા સવાલ

125views

લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની એવી કારમી હાર થઇ કે લોકસભામાં વિપક્ષ તરીકે પણ લાયક ન રહી. કોંગ્રેસની હારઘણાં કારણો માંનું એક કારણ સેનાનું અપમાન પણ છે. 2014 માં UPA ની હાર થઇ અને કેન્દ્રમાં મોદી સરકાર આવી. ત્યારબાદ વડાપ્રધાન મોદીના વિરોધમાં કોંગ્રેસનાં નેતાઓ એટલા આંધળા થયાં કે મોદીનો વિરોધ કરતા કરતા કોંગ્રેસ નેતાઓ સેનાનું અપમાન કરવાં લાગ્યા. કોંગ્રેસ નેતા સંદીપ દીક્ષિતે સેના પ્રમુખને સડક છાપ ગુંડા કહ્યા. તો સંજય નિરૂપમે સેનાની સર્જિકલ સ્ટ્રાઈકને ખોટી ગણાવી પુરાવા માંગ્યા. વાળી જમ્મુ કાશ્મીરમાં સેના બળાત્કાર કરે છે એવું કહેનારા કન્હૈયા કુમારને રાહુલ ગાંધીએ ખુલ્લેઆમ ટેકો આપ્યો હતો. તો કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહે સેનાનાં જવાનને જાહેરમાં થપ્પડ માર્યા હતાં. આ બધાનો સરવાળો કરીને દેશની જનતાએ સેનાનાં અપમાન કરવાં બદલ કોંગ્રેસને એવી થપ્પડ મારી છે કે ફરી વાર કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો. આમ સેનાનું અપમાન કરતા કરતા હારવા છતાં  કોંગ્રેસે સેનાનું અપમાન કરવાનું મુક્યું નથી. અને આ વખતે તો કોંગ્રેસનાં કોઈ નેતા નહી પણ કોંગ્રેસ અધ્યક્ષે જ સેનાનું અપમાન કર્યું છે. આ બધું જોતા એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસ પોતાના અંત તરફ જઇ રહી છે અને ગાંધી પરિવારનાં કારણે જ કોંગ્રેસનો નાશ થશે.

વિશ્વ યોગ દિવસ પર રાહુલ ગાંધીએ કર્યું સેનાનું અપમાન

એક બાજું ભારત સહિત સમગ્ર વિશ્વ 21 જૂને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી રહ્યું હતું તો બીજી બાજુ વિશ્વ યોગ દિવસને લઈને વડાપ્રધાન મોદીનો  વિરોધ કરવામાં ભાન ભૂલેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ યોગ અંગે ટ્વીટ કરીને સેનાનું અપમાન કરી નાખ્યું. રાહુલ ગાંધીએ પોતના ટ્વીટમાં ભારતીય સેના સાથે યોગ કરી રહેલાં ડોગ સ્કવોડનાં ટ્રેઈન કરેલા શ્વાનોનાં  યોગ કરતો ફોટો મુકીને રાહુલ ગાંધીએ લખ્યું “ન્યૂ ઇન્ડિયા” .

રાહુલ ગાંધીએ આ ટ્વીટ કર્યા બાદ ટ્વીટર યુઝર્સે એને ઘણો ટ્રોલ કર્યો.ત્યાં સુધી કે એક ટ્વીટર યુઝરે રાહુલ ગાંધીને ગધેડો કહી દીધો. એક ટ્વીટર યુઝર્સે લખ્યું કે રાહુલ ગાંધીએ સેનાનું અપમાન કર્યું છે અને આ જ કારણ છે કે કોંગ્રેસ લોકસભામાં વિપક્ષ માટે પણ લાયક ન રહી.   તો એક ટ્વીટર યુઝર્સે લખ્યું કે ન્યૂ ઇન્ડિયાએ તમને વોટ ણ આપીને સત્તાથી બેદખલ કર્યા છે માટે પાંચ વર્ષ સુધી શાંતિ રાખો. આમ મોટા ભાગના ટ્વીટર યુઝર્સે કોંગ્રેસની હારનું એક કારણ સેનાનું અપમાન ગણાવ્યું હતું.

સ્વામી રામદેવે દ્વિઅર્થી ભાષામાં કહ્યું, રાહુલ યોગ નથી કરતા માટે હાર્યા

રાહુલ ગાંધીએ કરેલ સેનાનાં અપમાન બદલ ચારે તરફથી એનાં વિરોધમાં નિવેદનો આવ્યાં છે જેમાં પ્રસિદ્ધ યોગગુરૂ સ્વામી રામદેવનું નિવેદન નોંધપાત્ર છે. સ્વામી રામદેવે દ્વિઅર્થી ભાષામાં કહ્યું, “રાહુલ યોગ નથી કરતા માટે હાર્યા” . રાહુલ ગાંધી વિષે આવું કહીને સ્વામી રામદેવે ઘણું બધું કહી દીધું. રાહુલ યોગ નથી કરતામાટે હાર્યા કહીને સ્વામી રામદેવે કહું દીધું કે સેનાનું સન્માન નથી કરતા માટે  હાર્યા. તો બીજી બાજુ રાહુલ યોગ નથી કરતા કહીને તેમને યોગ વિરોધી પણ ઠેરવી દીધા.

ગાંધી પરિવારનાં શાસનમાં જ કોંગ્રેસનો થશે અંત ?

લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર થઇ. GST વિરૂદ્ધનાં નિવેદનો, સેનાનું અપમાન તેમજ રાફેલ ડીલ મુદ્દે હંમેશા અસત્ય ફેલાવતા અને  ચોકીદાર ચોર હૈ નાં નારા લગાવનાર રાહુલ ગાંધી ને દેશની જનતાએ એવો જડબાતોડ જવાબ આપ્યો કે રાહુલ ગાંધી પોતાની પરંપરાગત અમેઠી બેઠક પણ હારી ગયા અને કોંગ્રેસને માત્ર 52 બેઠકો જ મળી. ડૂબતી કોંગ્રેસને બચાવવા મેદાનમાં ઉતરેલી પ્રિયંકા ગાંધીએ ઉત્તરપ્રદેશમાં  તનતોડ મહેનત કરી, પણ ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસનાં સુપડા સાફ થઇ ગયા અને કોંગ્રેસને માત્ર એક બેઠક મળી, એ પણ સોનિયા ગાંધીની પરંપરાગત રાયબરેલી બેઠક. આ ઉપરાંત ગુજરાત, રાજસ્થાન, ઓરિસ્સા સહિતના 18 રાજ્યો અને સંઘ પ્રદેશોમાં કોંગ્રેસને એક પણ બેઠક મળી નથી. સાથે જ દિગ્વિજયસિંહ સહિત કોંગ્રેસનાં આઠ પૂર્વ મુખ્યમંત્રીઓ ચૂંટણી હારી ગયા અને લોકસભામાં વિપક્ષ નેતા બનેલા કોંગ્રેસનાં દિગ્ગજ નેતા મલ્લિકાર્જુન ખડગે  પણ હારી ગયા.

ગાંધી પરિવારના કારણે કોંગ્રેસની આજે આ હાલત થઇ છે. લોકસભા ચૂંટણીમાં કારમી હાર બાદ એવું લાગી રહ્યું હતું કે કોંગ્રેસના આચાર-વિચારમાં પરિવર્તન આવશે. પણ એવું કાઈ થયું નહી. નવી મોદી સરકારનાં ગઠન બાદ વન નેશન વન ઈલેક્શનનો વિરોધ અને હવે યોગ પર ટ્વીટ કરીને સેનાનું અપમાન. આ બધું જોતા લાગી રહ્યું છે કે ગાંધી પરિવારનાં શાસનમાં જ કોંગ્રેસનો અંત થશે.

Leave a Response

error: Content is protected !!