Corona Update

કેન્દ્રીય કર્મચારીઓના પેન્શન કપાયા એમાં રાહુલ બાબાને પેટમાં દુખ્યુ, દાન કરવું તો છે નહિ વચ્ચે પગ નાખવો છે.

574views
  • રાહુલ ગાંધીનું ટ્વિટ- બુલેટ ટ્રેન પ્રોજેક્ટ રોકવાની જગ્યાએ DA પર તરાપ મારવી એ અમાનવીય નિર્ણય
  •  કોંગ્રેસને દાન-પુણ્ય કરવામાં કેમ પેટમાં દુખે છે ?
  • કોંગ્રેસ ખાલી નિદોર્ષ પર હુમલા કરાવી શકે બાકી મદદ કરવામાં ક્યારેય આગળ જોવા મળી નથી.

 

કોંગ્રેસે ફરી તેનો રંગ દેખાડ્યો છે. કોંગ્રેસના એકમાત્ર રાહુલબાબાએ કહ્યુ કે કેન્દ્રીય કર્મચારીઓના પેન્શનમાંથી ભથ્થું કાપવુ એ અમાનવીય નિર્ણય છે. પહેલા તો અત્યારે ભારત અને વિશ્વ એક થઈને કોરોના સામે લડી રહ્યા છે ત્યારે કોંગ્રેસને હલ્કી કક્ષાની રાજનીતિ ઉકલે છે. બીજું કે કેન્દ્રીય કર્મચારીઓ જ નહિ સાંસદો, ધારાસભ્યોના પગારમાં પણ ઘટાડો થયો છે. આ લોકો દેેશમાટે સતત કામ કરતા હોય છે. પણ રાહુલ અને કોંગ્રેસ પાર્ટીને ખિસ્સામાંથી એક પણ રૂપિયો દેશમાટે આપવો નથી અને ખાલી વાતો કરવી છે.

કોંગ્રેસના દાંત આ વાતથી ખાટ્ટા થયા છે કે તેમના કર્મચારીઓનું પણ ભથ્થુ કપાશે. આ પહેલા પણ કોંગ્રેસે સાંસદોના પગાર કપાત પર વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસનું એવું છે કે પોતે તો દાન કરતી નથી અને બીજાને કરવા પણ દેતી નથી.

Leave a Response

error: Content is protected !!