Corona Update

રેલવેને મોટી જાહેરાત: 30 જુન સુધી સામાન્ય ટ્રેન શરૂ નહિ થાય, ટિકીટ બુકિંગના રૂપિયા રિફંડ અપાશે.

840views
  • આ નિર્ણયથી હાલ એવું લાગી રહ્યું છે કે દેશમાં 30 જૂન સુધી ટ્રેનની સામાન્ય સેવા શરૂ થશે નહિ
  • સામાન્ય રીતે ટ્રેનની ટિકિટ 120 દિવસ પહેલા બુક કરી શકાય છે
  • સ્પેશિયલ ટ્રેન અને શ્રમિક ટ્રેન ચાલુ રહેશે 
  • વેઈટિંગ લિસ્ટ પણ આગામી સમયમાં બહાર પડાશે

રેલવેએ 30 જૂન સુધી બુક થયેલી ટ્રેન ટિકિટ્સ રદ કરી છે. શ્રમિક સ્પેશિયલ અને સ્પેશિયલ ટ્રેન ચાલુ રહેશે. આ નિર્ણયથી હાલ એમ માનવામાં આવી રહ્યું છે કે 30 જૂન સુધી ટ્રેનની સામાન્ય સેવાઓ શરૂ નહિ થાય. સામાન્ય રીતે ટ્રેનની ટિકિટ્સ 120 દિવસ પહેલા બુક કરી શકાય છે. એવામાં લોકડાઉન પહેલા જ ઘણી ટિકિટ બુક કરવામાં આવી હતી.

 

સ્પેશિયલ ટ્રેન માટે 22 મેથી વેટિંગ લિસ્ટ બહાર પાડશે રેલવે, મેલ અને એક્સપ્રેસ ટ્રેન પણ શરૂ થઈ શકે છે

  • એસી સ્પેશિયલ ટ્રેન ચલાવ્યા બાદ રેલવે ઝડપથી મેલ અને એક્સપ્રેસ ટ્રેન પણ શરૂ કરી શકે છે. રેલવે મંત્રાલયે તેની તૈયારી શરૂ કરી છે. રેલવે બોર્ડે બુધવારે આદેશ બહાર પાડ્યો હતો. તે મુજબ 22 મેથી સ્પેશિયલ એસની સાથે બીજી ટ્રેનોમાં પણ વેટિંગ લિસ્ટવાળી ટિકિટ ઈસ્યુ કરવામાં આવશે.
  • જોકે RAC વાળી ટિકિટ હાલ ઈસ્યુ થશે નહિ. રેલવેએ ફર્સ્ટ એસસીમાં 20 અને સ્લીપરમાં અધિકતમ 200 સુધી વેટિંગ સુધી ટિકિટ બુક કરાવાની મંજૂરી આપી છે. તેની સાથે જ ચેર કાર, એક્ઝિક્યુટિવ કલાસ, સેકન્ડ એસી અને થ્ડ એસીમાં વેટિંગ ટિકિટ બુક કરાવી શકાશે. નવી વ્યવસ્થા 15 મેથી બુક થનારી ટિકિટ પર લાગુ થશે.

Leave a Response

error: Content is protected !!