વિકાસની વાત

સૌરાષ્ટ્રમાં મેઘતાંડવ : બોટાદમાં વિજળી પડતા બેના મૃત્યુ, ભાવનગરમાં બિલ્ડિંગનો ભાગ ધરાશયી

376views

ભારે બફારા પછી રાજકોટના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. સૌરાષ્ટ્રમાં સાંજ સુધી ભારે વરસાદની આગાહી વચ્ચે અમરેલી, જૂનાગઢ, ગીરસોમનાથ જિલ્લાઓમાં પણ જબરદસ્ત વરસાદી માહોલ જામ્યો છે. ગાજવીજ સાથે શહેરમાં વરસાદનું આગમન થયું છે. શહેરના મોટા ભાગના વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે.

રાજકોટના યાજ્ઞિક રોડ પર વરસાદ પડી રહ્યો છે. વરસાદ બાદ રસ્તા પર પાણી ભરાયા છે. રૈયા ચોકડી વિસ્તારમાં પણ વરસાદ પડી રહ્યો છે. રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. સરધાર અને આજુબાજુના અમુક વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે.

બોટાદમાં વિજળી પડતા 65 વર્ષના વૃદ્ધ અને 5 વર્ષની બાળકીનું મોત થયું છે. અનેક બીજા લોકો સારવાર હેઠળ ખસડાયા છે.

ભાવનગરમાં ત્રણ માળિયાનો એક ભાગ ધરાશાયી, એકને ઇજા 
ભાવનગરમાં વરસાદી માહોલ વચ્ચે ભરતનગરમાં આવેલ આદર્શ સોસાયટી ત્રણ માળિયાનો એકબાજુનો ભાગ ધડાકાભેર ઘરાશાયી થયો હતો. કાટમાળ નીચે આવેલી દુકાન પર પડ્યો હતો.

અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ
અમરેલી જિલ્લામાં આજે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડતા રસ્તા પર પાણી ફરી વળ્યાં હતાં. અમરેલીના શેડુભાર, માચીયાળા, ચિતલ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. બાબરા પંથકમાં પણ પવન અને વીજળીના ચમકારા સાથે વરસાદ શરૂ થયો હતો.

દીવમાં ધોધમાર વરસાદ
પ્રવાસન સ્થળ દીવમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વહેલી સવારે ધોધમાર વરસાદ પડ્યો હતો. વરસાદ પડતાં શહેરની બજારોમાં પાણી વહેવા લાગ્યા હતા. આ સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

ખાંભા પંથકમાં વરસાદી માહોલ
વાવણી બાદ ખાંભા તાલુકામાં વરસાદી માહોલ સર્જાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ડેડાણ, ખડાધાર અને બોરાળા સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો. વરસાદના પગલે ડેડાણની મેઈન બજારોમાં પાણી વહેવા લાગ્યા હતા.

લાઠી, રાજુલા અને જાફરાબાદ પંથકમાં ધોધમાર વરસાદ
લાઠી તેમજ દામનગરમાં વહેલી સવારથી ધોધમાર વરસી રહ્યો છે. . શહેરમાં રસ્તાઓ પાણી પાણી થયા છે. લાઠીના અકાળા, નાના રાજકોટ, દુઘાળામાં વરસાદ વરસ્યો છે. તેમજ જાફરાબાદના નાગેશ્રી અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો 

Leave a Response

error: Content is protected !!