વિકાસની વાત

ગુજરાનો સૌથી સુંદર ગિરનારનો મેઘ ! તો ગીરનો વરસાદ માણવાનું ભુલતા નહિ…

109views

સોરઠ દેશ ન સંચર્યો, ન ચડયો ગઢ ગિરનાર;
ન નાહ્યો દામો-રેવતી, અફળ ગિયો અવતાર.
સોરઠ શુરો ન સરજિયો, ન ચડયો ગઢ ગિરનાર;
ન નાહ્યો ગંગા-ગોમતી, અફળ ગિયો અવતાર.

ગિરનાર પર્વત એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલ ગુજરાત રાજ્યના જૂનાગઢ શહેરમાં આવેલ પર્વતોનો સમૂહ છે. જ્યાં સિધ્ધ ચોરાસીનાં બેસણા છે. આ ગિરનાર પર્વતમાં પાંચ ઉંચા શિખરો આવેલા છે જેમાં ગોરખ શિખર 3600, અંબાજી 3300, ગૌમુખી શિખર 3120, જૈન મંદિર શિખર 3300 અને માળીપરબ 1800 ફૂટની ઉંચાઈઓ ધરાવેછે જેથી ગિરનાર ને સૌથી ઉંચો પર્વત માનવામાં આવેછે ગિરનાર ના પાંચ પર્વતો ઉપર કુલ 866 મંદિર આવેલા છે તેમજ 9999 તેમના પત્થરોથી પગથિયાં બનાવામાં આવ્યા છે

પરંતુ જયારે વરસાદનો માહોલ હોય અને ગરવો ગિરનાર મોર ની જેમ થરકતો હોય ત્યારે

❛ભરપૂર મોસમ મોકલ
છલોછલ મોસમ મોકલ
સંતાડી ને લઇ જા ગરમીને
ઋતુઓ ની રાણી મોકલ

ઝરમર ઝરમર પોરાં મોકલ
ભીના પવન ના ઝોંકા મોકલ
જીવ રૂંધાય છે આ લહાય માં
માટી ની મીઠી મહેક મોકલ

લીલીછમ લીલોતરી મોકલ
સાવન ની કંકોત્રી મોકલ
કોરા કટ આકાશ ને ઢાંક
વાદળો ની ભરમાર મોકલ

ત્રાંસો મીઠો વરસાદ મોકલ
સહુથી પાવન પરસાદ મોકલ
ઉતારું આરતી મેહુલા ની
ગડગડાતી નો સાદ મોકલ..
હવે બસ વરસાદ મોકલ..

ધરતીનું અમૃત ફળ કેરી ની સીઝન સાથે ગરમી ના ત્રાસ થી વરસાદની અતૃપ્ત ની જેમ રાહ જોતા હોય એ છીએ ત્યારે મોંઘેરા મહેમાનની જેમાં અમીછાંટણા ધરતી ને રસ તરબતોળ કરે છે જાણે ધરતી એ કોઈ લીલી ચાદર ઓઢી હોય અને વાતાવરણમાં માં ભોમ ની મીઠી મીઠી આહલાદ્ક સુગંધ ફેલાઈ ગે હોય ત્યારે વરસાદી વાતાવરણ નો આનંદ લેવા નાના બાળકો થી લઇ ને વડીલો સુધી નું મન મોર બની થનગનાટ કરવા આતુર બની જાય છે

ગિરનાર નું સૌ પ્રથમ તળેટી જે નાના બાળકો થી લઇ ને વયોવૃદ્ધ સુધીના તમામ લોકોનું મનપસંદ સ્થળ છે જયા થી ગર્વ ગિરનાર ની શરૂઆત થાય છે ત્યાં થી નાના નાના પર્વતો ના લીધે ખુબ લીલીછમ હરિયાળી આંખોને ઠંડક આપે છે અને સાથે સાથે ઝરમર ઝરમર મેહુલો વરસતો હોય અને પંખીઓ સાથે નાના નાના ભૂલકાઓ કલરવ કરતા હોય ત્યારે આ વાતાવરણ સ્વર્ગ જેવું લાગે…

ઉંચો ગાઢ ગિરનાર, વાદળથી વાતું કરે,
મરતા રાખેંગાર, ખેરડી, ખાંગો નવ થયો

ત્યાંથી આગળ વધી એટલે જૂનાગઢ નો ઉપરકોટ આવે જે રાજાઓના સમયનો વારસો છે જેની સ્થાપત્ય ની અદભુત ઝલક દર્શાવે છે ઉપરકોટ ઉપર થી વરસાદી વાતાવરણ અને ઠંડી હરિયાળીમાંથી તમે નીચે નજર નાખો એટલે જાણે કે ધરતી ઉપર લીલીછમ ચાદર ના થર માર્યા હોય અને તમે કોઈ મોટા હિલસ્ટેશન ઉપર થી નજારો જોતા હોય તેવું જોવા મળે છે સાથે વરસાદ ના ફોરાં પડતા હોય અને ભવ્યાતિભવ્ય નજારો આંખો માં કેદ થાય ને તે નજારો ક્યારે પણ કેમેરા માં કેદ ના થાય શકે એવી અદભુત રમણીય જગ્યા

જૂનાગઢ માં પ્રખ્યાત એવા નરસિંહ તળાવ, વિલિંગ્ડન ડેમ, પરી તળાવ આ બધા સ્થળો પર વર્ષાઋતુમાં જાણે જીવ આવે છે તેમ ઝળહળતા પાણી ડુંગરો વચ્ચેથી ઓવરફ્લો નાના નાના વહેતા ઝરણાં જાણે કોઈ દુનિયા થી સૌથી બેસ્ટ જગ્યા એ તમે ગયા હોય તેવું લાગે છે ત્યાં ઝરણાં માં પગ બોળીને બેસવાની માજા તો શબ્દો માં વર્ણન થઈ શકે તેમ જ નથી ત્યાં પરીઓ સાથે ની વાર્તાઓ, હરિયાળી, વરસાદના ટીપા સાથે અવાર નવાર મોર, ઢેલ અન્ય વન્ય પક્ષીઓ નો કલરવ વાતાવરણ ને મનમોહક બનાવી દે છે

ગીરનારના મનમોહક ધોધનો નજારો

ગીરનારની આસપાસ 50 થી 80 કીમીની વચ્ચે ઘણા મનમહોક ધોધ આવેલા છે.. જેમાં સૌથી સુંદર જમઝીર ધોધ છે.

જટાશંકર પાસેનો ધોધ
જમજીર ધોધ

કોઈ અગમ શિખરથી ગિરનાર સાદ પાડે
પ્રત્યેક ટૂંક પરથી ગિરનાર સાદ પાડે

આંખો અગર મીચું તો દેખાય દત્ત સામે
કેવી અમી નજરથી ગિરનાર સાદ પાડે

પળભર ઉભી પગથિયે પુલકિત થઈ જવાતું
સ્પર્શી અદીઠ કારથી ગિરનાર સાદ પાડે

જો કાળમીંઢ પથ્થરનું મૌન સાંભળી લે
લાગે બીડ્યા અધરથી ગિરનાર સાદ પાડે

આ તાલ મંજીરાનો, કરતાલ, ચાખડીઓ
મીઠા પ્રભાતી સ્વરથી ગિરનાર સાદ પાડે

આખા નગરને થતો એવો અકળ અનુભવ
જાણે સતત ભીતરથી ગિરનાર સાદ પાડે.

લેખક અને સંકલન — કૌશિક સખીયા

Leave a Response

error: Content is protected !!