રાજનીતિ

અમદાવાદમાં ગાજવીજ અને પવન સાથે ધોધમાર વરસાદ

108views

મંગળવાર સવારથી જ અમદાવાદના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. ત્યારબાદ અનેક વિસ્તારોમાં હાલ ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. અમદાવાદમાં પવન સાથે વરસાદનું આગમન થયું હતું.

અમદાવાદના એસ.જી હાઇવે, જજીસ બંગ્લો, બોડકદેવ, શાહીબાગ, શોલા, નરોડા, બાપુનગર, નિકોલ, મેઘાણીનગર, રાણીપ, ખોખરા-હાટકેસવર ,અમરાઈવાડી ,મણિનગર,જશોદાનગર,વટવા,ઈશનપુર ,વસ્ત્રાલ,રખિયાલ,બાપુનગર સહિત વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે.

જ્યારે જવાહર ચોક મણીનગર માર્ગ સ્થિત વલ્લભ વાડી પાસે એક મોટું ઝાડ ભારે પવનને પગલે પડી ગયું હતું. જેને પગલે ત્યાંથી પસાર થતાં રાહદારીઓ તેમજ વાહનચાલકોનોને સદનસીબે કોઈ ઈજા થઈ ન હતી. ઘટના બાદ ડાયવર્ઝન આપીને ટ્રાફિક વળાયો હતો. જ્યારે ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી.

વાયુ વાવાઝોડાનું જોર ધીમે ધીમે ગુજરાત ઉપરથી ઓછું થતું જોય છે જોકે, તેની અસરના પગલે રાજ્યભરમાં વાતાવરણમા પલટો આવ્યો છે. અને ઠેકઠેકાણે ભારે પવન સાથે વરસાદ પડવાનો શરૂ થયો છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડવાનો શરૂ થયો છે. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને અસહ્ય ગરમીમાંથી લોકોને રાહત મળી છે.

Leave a Response

error: Content is protected !!