રાજનીતિ

કમોસમી વરસાદના કારણે થરાદ અને લાખાણીમાં થયું ભારે નુકસાન

110views

હાલ વાતાવરણમાં આવેલા ફેરફારને કારણે કમોસમી વરસાદ વર્ષી રહ્યો છે. ત્યારે વરસાદના કારણે ખેડૂતોની ખેતી પર વધુ અસર જોવા મળી છે. બનાસકાંઠા જિલ્લાના થરાદ અને લાખાણીમાં વરસાદને લીધે ઘણું નુકશાન થયું છે.

  • વરસાદ બાદ ખેતીવાડી વિભાગે સર્વે કર્યો

બનાસકાંઠા જિલ્લામાં પડેલા કમોસમી વરસાદ બાદ ખેતીવાડી વિભાગે સર્વેની શરૂઆત કરી છે. ખેતીવાડીના અધિકારી સહિતની ટીમ થરાદ અને લાખણી પહોંચી હતી. ગ્રામ સેવકોને તમામ ગામડાઓમાં સર્વેની કામગીરી સોંપવામાં આવી છે. ખેતીવાડી વિભાગના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે કમોસમી વરસાદથી 30 ટકા સુધીનું નુકસાન થયુ છે.

  • તાલુકા કક્ષાએ કંટ્રોલરૂમ શરૂ

આ ઉપરાંત તમામ કર્મચારીઓની રજા રદ્દ કરી દેવામાં આવી છે. રાહત અને મદદ માટે જિલ્લા અને તાલુકા કક્ષાએ કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે. ડીસા, થરાદ, લાખણી, વાવ સહિત માવઠાગ્રસ્ત વિસ્તારોમાં કલેકટરે ગ્રાઉન્ડ જીરોથી સર્વેના આદેશ આપ્યા છે.

  • માવઠાથી પાકને નુકશાન

માવઠાથી કાપણી કરેલ જુવાર અને ઘાસચારો પલળી ગયો છે. આ ઉપરાંત રાયડો, મગફળી, જીરૂ, સહિત રવિ પિયતને વ્યાપક નુકસાન થયુ છે.

Leave a Response

error: Content is protected !!