રાજનીતિ

સોમનાથ દાદાના દર્શને ભક્તોને બારેમાસ વરસાદનું મીઠું પાણી મળશે, દોઢ કરોડના ખર્ચે પ્લાન્ટ નંખાશે

197views

બાર જ્યોર્તિલિંગ માંથી એક સોમનાથ મંદિર જે દરિયા કાંઠે આવેલુ છે. અહિં બારેમાસ મીઠુ પાણી મળી રહે તે માટેની સુવિધા ઉભી કરવામાં આવી છે. ભારત સરકારના પર્યટન વિભાગ દ્વારા અને સોમનાથ ટ્રસ્ટ દ્વારા રેઇન હાવેસ્ટીંગ પ્લાન્ટ દોઢ કરોડના ખર્ચ પાણી સંગ્રહ માટે આધુનિક સીસ્ટમ થી બનાવાયો છે.

આ ટેન્ક આંતરરાષ્ટ્રીય ટેકનોલોજીથી બની છે આંતરરાષ્ટ્રીય કક્ષાની ભૂકંપ અવરોધક ટેક્નોલોજિથી સુસજ્જ આ ટેન્ક 3.60 લાખ લીટર પાણીસંગ્રહની ક્ષમતા ધરાવે છે. 242 ચોરસ મીટરના ક્ષેત્રફળમાં આ પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. બિલ્ડીંગની છત સાથે જોડાણ ધરાવતા જુદા જુદા 12 પોઇન્ટ એટલે કે ધોરિયા પાઇપ મારફતે વરસાદી પાણી આ પ્લાન્ટમાં ઠલવાશે.

પ્લાન્ટનું આયુષ્ય લાંબુ છે. એમાં એકઠું થતું પાણી જમીનના કે બાહ્ય પ્રદૂષણથી મુક્ત રહે છે. આ સિસ્ટમની ખૂબી એ છે કે ઓછા ખર્ચે એનું સ્થળાંતર પણ કરી શકાય છે. એના માથે બગીચો પણ બનાવી શકાય છે. આવો જ 3 લાખ લીટરની જળસંગ્રહ ક્ષમતા ધરાવતો બીજો પ્લાન્ટ સોમનાથ સંકુલના ડોરમેટરી વિભાગ માટે પણ બની રહ્યો છે.

Leave a Response

error: Content is protected !!