રાજનીતિ

ટેપકાંડ પર કોંગ્રેસ ઘેરાઈ ગઈ, ગહેલોત સરકારને ભાજપે પાંચ ધારદાર પ્રશ્નો પુછ્યા

489views

રાજસ્થાનમાં રાજનૈતિક ઘમાસાણ ચાલી રહ્યુ છે. ગેહલોત સરકાર ઘણી બધી વાતો છુપાવીનેલોકોની સ્વતંત્રતા પર તરાપ મારી રહી છે. કોંગ્રેસ પોતે અભિવ્યકિતિ સ્વાતંત્ર્યની મોટી મોટી વાતો કરતી હોય છે ત્યારે હવે તેની સરકારમાં નેતાઓના ફોન ટેપ થાય છે. આ વાત બીજુ કોઈ નહિ પણ ખુદ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે સ્વીકારી છે કે તેમની પાસે ફોન રેકોર્ડ છે. જો કે તેના અંગે પ્રશ્ન પુછાતા અચાનક કોંગ્રેસે મૌન સેવી લીધુ

ભાજપની તરફથી સાંબિત પાત્રાએ ઓડિયો રેકોર્ડિંગ પર સીએમ ગેહલોતને પ્રશ્ન પૂછયા છે. પાત્રાએ પૂછયું કે રાજસ્થાન સરકાર બતાવે કે શું ત્યાં નેતાઓ અને સામાન્ય લોકોના ફોન ટેપ થઇ રહ્યા છે. તેની સાથે જ ફોન ટેપિંગની સીબીઆઈ તપાસ કરાવાની માંગણી ઉઠી.

સાંબિત પાત્રાના રાજસ્થાન સીએમ અશોક ગેહલોતને પ્રશ્ન

1. શું રાજસ્થાનમાં સરકારે ફોન ટેપિંગ કરાવી?
2. જો ફોન ટેપિંગ થયું તો શું તેના માટે સરકારે નિયમ પાલન કર્યા?
3. શું ગેર સંવૈધાનિક રીતે રાજસ્થાનમાં સરકારને બચાવાની કોશિષ કરાઇ છે?
4. શું રાજસ્થાનમાં તમામ રાજનેતાઓના, પછી તે કોઇપણ પાર્ટીમાંથી હોય તમામના ફોન ટેપ થઇ રહ્યા છે?
5. શું રાજસ્થાનમાં રાજ્ય સરકારે અપ્રત્યક્ષ ઇમરજન્સી લગાવી દીધી છે?

Leave a Response

error: Content is protected !!