વિકાસની વાત

વડોદરાના દાદીએ ભાજપા ધારાસભ્યને ફોન કર્યો, ‘ત્રણ દિવસથી કઈ ખાધુ નથી’ અને તરત જ ઘરમાં ઢગલો રાશન પહોંચી ગયુ

638views
  • કળિયુગી દિકરાને કારણે મા ભુખી પ્યાસી રહી
  • ઘરવાળી ભેગો દિકરો ઓસ્ટ્રેલિયા ગયો
  • કઈ જમવાનું ના મળતા વડોદરાના દાદીએ ધારાસભ્ય અને વિધાનસભા સ્પીકર રાજેન્દ્ર પ્રસાદને ફોન કર્યો

મે મહિનાના લોકડાઉનમાં કોરોનાએ શહેરને હચમચાવી મૂક્યું હતું. એ દિવસો દરમિયાન એક બપોરે ગોત્રીની એક સોસાયટીમાંથી વૃદ્ધાએ MLA અને વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીને ફોન કર્યો. વૃદ્ધાએ કહ્યું ‘ હું ગોત્રીની સોસાયટીમાંથી બોલું છું. મારું નામ દેવકી છે. સાહેબ મેં 3 દિવસથી કાંઇ ખાધું નથી. ઘરમાં અનાજનો દાણો નથી…’ આ વાતને એક કલાક માંડ વિત્યો હશે, ત્યાં પાલિકાના એક અધિકારી તેમના ઘરે ટિફિન સાથે પહોંચ્યા. અધિકારીએ દરવાજો ખોલનાર સામે જોયું, એક વૃદ્ધા ધસડાતા પગે આવ્યા હતા.

અધિકારીએ ટિફિન ધરતાં વૃદ્ધાએ જવાબ આપ્યો, હું મરજાદી વૈષ્ણવ છું. કોઇના હાથનું ખાતી નથી. બીજા એકાદ કલાકમાં ત્રણ મહિના ચાલે તેટલો અનાજ-કરિયાણા અને જરૂર પૂરતા દૂધનો જથ્થો દેવકીબેનના બંગલે પહોંચી ગયો હતો. અમે દેવકીબેન (નામ બદલ્યું છે) સાથે વાત કરી. ત્યારે હકીકતો હચમચાવી નાંખે એવી હતી.લગ્ન વિચ્છેદ બાદ પરિવારમાં દાદી જ હયાત હતા. મારા દાદી રાજમહેલમાં સિલાઇકામ કરતા હતા. આ હુન્નર મારામાં પણ હતું, જે મારી કમાણીનો આધાર બન્યો.

સ્વપ્નિલને મોટો માણસ બનાવવો એ જ સપનું હતું.’ ઘરે ઘરે જઇને સિલાઇકામ માગીને કામ કરતા કરતાં જ દીકરાને મોટો કર્યો. મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી મળી.તેનું લગ્ન કરાવ્યું. 12 વર્ષ પહેલા ઘરવાળીને લઇને ઓસ્ટ્રેલિયા ગયો. 12 વર્ષથી હું આ બંગલામાં એકલી જ રહું છું. મદદ માટે બે-ત્રણ મહિને એકવાર ચારેક હજાર રૂપિયા મોકલે છે. પણ કોરોના ફાટ્યો પછી પૈસા પણ ન આવ્યા, તેના ફોન પણ આવવાના બંધ થઇ ગયા.

એ બહેનના અવાજમાં ભારોભાર વેદના હતી
મને યાદ છે કે, દેવકીબેને ફોન પર રડતા રડતા હાલત જણાવી હતી. ત્રણ દિવસથી ખાધુ ન હોવાથી તેમનો અવાજ પણ ધીમો થઇ ગયો હતો. તેથી મેં તુરંત જ મદદ મોકલવાનું નક્કી કર્યું અને મદદ માટે પાલિકાના એક જવાબદાર અધિકારીને મોકલ્યાં હતા અને ત્રણેક મહિના ચાલે તેટલું કરિયાણું મોકલ્યું હતું. – રાજેન્દ્ર ત્રિવેદી, વિધાનસભાના સ્પીકર

સોર્સ – દિવ્ય ભાસ્કર

Leave a Response

error: Content is protected !!