વિકાસની વાત

રાજીનામાંને ખોટુ લાગ્યુ છે… બે રોટલી વધારે ખવડાવી જોશે …

163views

શનિવાર સાંજથી રાજીનામું નારાજ થઈને બેઠું છે. ઘડીક કોક આવેને રાજીનામું આપી દે છે ઘડીકમાં કોઈ પાછું લઈ લે છે. આવું કરવાથી રાજીનામાને ખોટું લાગી ગયું છે. બિચારા કોંગ્રેસીઓ રાજીનામું  આપવાવાળાને રાજી કરવામાં લાગ્યા છે. અરે કોંગ્રેસીઓ  આ આધેડ વયના યુવાનના કરીયરને બચાવવા કરતા દેશની જનતા વિશે વિચારો.અમદાવાદીઓ એક દિવસમાં જેટલા મસ્કાબન નથી ખાતા એટલા મસ્કા શ્રી રાહુલ બાબાને CWCની મીટીંગમાં આપવામાં આવ્યા.

આ કોંગ્રેસીઓને હજુ ગાંધી સરનેમ  લઈને ચૂંટણીઓ લડવી છે અને હારવી છે. પણ આ બધાની વચ્ચે બિચારા રાજીનામાનો શું વાંક.. ટીઆરપી લેવા માટે રાજીનામોનો ઉપયોગ થયો છે.. આ રાજીનામું કઈ ટીશ્યુ પેપર છે જ્યારે મન થયું ત્યારે વાપર્યુ અને પછી ફેંકી દીધુ. રાજીનામાં સાથે હળાહળ અન્યાય થયો છે.

આ રાજીનામું એટલે સાઉથની એક્શન ફિલ્મની હિરોઈન, જેનું કામ દર્શકોને ફિલ્મ સુધી લઈ આવવાનું જ હોય બાકી ફિલ્મમાં તેનું કામ કઈ ન હોય. જો આવુ જ રહ્યુ તો રાજીનામુનો સુકાઈને દુબળુ થઈ જશે કોક બે રોટલી ખવડાવો આને..

દિલ્હી તો  ઠીક બંગાળમાં પણ રાજીનામાં પર રાજકરણ રમાઈ ગ્યું. હવે બિચારું રાજીનામું ત્યાં તો કઈ બોલી પણ નથી શકતું દીદી જેલમાં નાખી દેશે. આપણે  તો બસ પ્રાર્થના કરીએ કે રાજીનામાના સાથે ન્યાય થાય. મિત્રો જેને જેને રાજીનામું આપવાની વાત કરી છે તે લોકો હવે આપી રાજીનામું આપી દે બાકી જય શ્રી રામ…

error: Content is protected !!