Corona Update

ACS ગુપ્તા દ્વારા અમદાવાદ માટે દસ દળદાળ નિર્ણય લેવાયા, 48 કલાકમાં ખાનગી દવાખાના ખોલો બાકી લાઈસન્સ રદ્દ

42.4Kviews

આજે અમદાવાદમાં નવ નિયુક્ત રાજીવ ગુપ્તા અને મુકેશ કુમારની અધ્યક્ષતામાં હાઈકમાન્ડની બેઠક યોજાઈ હતી. ACS ડો. રાજીવ ગુપ્તાએ ડેપ્યુટી કમિશનરો પાસે માહિતી માગી હતી. જો કે ડેપ્યુટી કમિશનરોએ મૌન ધારણ કરી લેતાં રાજીવ ગુપ્તાએ વિફર્યા હતા. અને તમામ ડેપ્યુટી કમિશનરોનો ઉધડો લઈ લીધો હતો. આવતાવેંત જ રાજીવ ગુપ્તાએ કોર્પોરેશનનાં અધિકારીઓનો ક્લાસ લઈ લેતાં સન્નાટો મચી જવા પામ્યો હતો.

કોર્પોરેશનનાં અધિકારીઓ સાથે યોજાયેલ હાઈકમાન્ડ મીટિંગમાં કોટ વિસ્તારના હોટસ્પોટ એરિયા વિશે પણ ચર્ચા થઈ હતી. જો કે અમદાવાદની સ્થિતિ બેકાબૂ બન્યા બાદ સ્થિતિને કાબૂમાં લેવા માટે રાજીવ ગુપ્તાને મૂકવામાં આવ્યા છે. તેવામાં રાજીવ ગુપ્તાએ સ્પષ્ટ અને કડક શબ્દોમાં અધિકારીઓને જણાવી દીધું છે કે કોઈપણ ભોગે અમદાવાદની પરિસ્થિતિ સુધારો થવો જ જોઈએ.

  • 48 કલાકમાં જો ખાનગી દવાખાના નહિ ખુલે તો તેના લાઈસન્સ રદ્દ થશે
  • જે ડોક્ટર ડ્યુટી પર નથી તેઓએ પણ કોવિડ કેર સેન્ટરમાં ફરજીયાત આવવું પડશે. પેન્ડેમિક કાયદા અનુસાર ડોક્ટરે આવી પરિસ્થિચતિમાં સેવા આપવી ફરજીયાત બને છે.
  • જે ડોક્ટર ક્લિનીકમાંં કે દવાખાનામાં નથી તેઓએ ઘરમાં રહેલા કોવિડના દર્દીઓની સારવાર કરવી પડશે. આ માટે સરકાર ગાઈડલાઈન આપશે.
  • દરેક વોર્ડ વાઈસ કામગીરી શરૂ થશે, દરેક વોર્ડમાંથી  3 star  હોસ્પિટલને શોધીને કોવિડ કેર સેન્ટર તરીકે નોંધણી.
  • દરેક ઝોનમાંથી 500 બેડ વાળી ખાનગી હોસ્પિટલ કોરોના ઈલાજ માટે ફરજીયાત રખાશે
  • દરેક પ્રકારના ફેરિયા અને હોમ ડિલીવરી સર્વિસ સાત દિવસ સુધી સજ્જડ બંધ રહેશે
  • રેેડ ઝોનમાં એટીએમ સિવાય બેંક પણ સાત દિવસ સુઘી બંધ રહેશે
  • દરરોજ દરેક ઝોનમાં 500 સુપર સ્પ્રેડરોનો ટેસ્ટ કરાશે
  • વધુ 9 હોસ્પિટલ કોવિડ હોસ્પિટલ 1000 બેડ સાથે જાહેર
  • APL 1 કાર્ડ ધારકોને વિનામૂલ્યે અનાજ વિતરણ મોકૂફ, રાજ્યના અન્ય સ્થળોએ વિતરણ થશે
  • અમદાવાદ પોલીસ સાથે SRP અને પેરા મિલિટરી ફોર્સ મળીને કુલ 38 કંપની તૈનાત
  • સ્લમ વિસ્તારમાં કોવિડ કેર કીટ જેમાં 4 સાબુ, 4 વોશેબલ માસ્ક આયુર્વેદિક- હોમીઓપેથીક દવાઓ NGOની મદદથી વહેંચાશે

Leave a Response

error: Content is protected !!