રાજનીતિ

વાહ શું જુસ્સો છે..! 75 વર્ષે કોરોનાને હરાવી દિધો, વાંચો કોરોના વોરિયર્સ વૃધ્ધાની જુબાની

ફોટો પ્રતિકારાત્મક છે
240views
  • છેલ્લા 35 વર્ષથી બહારનું ખાધુ નથી 
  • આખો દિવસ હોસ્પિટલમાં પણ ધાર્મિક પુસ્તકો વાંચ્યા 
  • ડાયાબિટીશ હોવા છતા  કોરોના સામે જીત્યા

રાજકોટમાં કુલ 10 કેસ નોંધાયા પણ તેમાંથી સૌથી મોટી ઉંમરના વૃદ્ધા આગળ નીકળી હયા. 75 વર્ષના આ વધ્ધાએ કોરોનાને જડમુળથી નાશ કર્યો તેની પાછળનું કારણ છે સારી રોગપ્રતિકારક શક્તિ અને ઉચ્ચ મનોબળ. માત્ર 9 જ દિવસમાં તેમણે રિકવરી કરી છે.

  જાણો શું છે સારી રોગપ્રતિકાર શક્તિનું રહસ્ય  ?

 

વૃધ્ધાએ કહ્યું કે ‘મે છેલ્લા 35 વર્ષથી બહારનું ખાધું નથી. દિવસ દરમિયાન સમતોલ આહાર લઉં છું. ડાયાબિટીસ હોવાને કારણે ભાત પણ અડતી નથી શાક અને રોટલી તેમજ ફળાહાર કરું છું. સવારે નાસ્તો જ્યારે રાત્રીના સમયે હળવો ખોરાક પસંદ કરું છું. ઘરની બહાર બહુ ઓછા કિસ્સામાં નિકળવાનું થાય પણ બજારમાં કામ હોય તો હજુ પણ સ્કૂટર પર નીકળી જાઉ છું.’ હોસ્પિટલની સારવાર વિશે કહ્યું કે તબીબો અવારનવાર તેમની તબિયત પૂછતા હતા અને સારી સારવાર કરી છે બધાનું વર્તન સારું રહ્યું. આખો દિવસ એક જ જગ્યાએ રહેવાનું હોવાથી તેમણે ધાર્મિક પુસ્તક મગાવી દીધા હતા અને તે આખું વાંચી લીધુ હતું. જેથી મારુ મનોબળ વધી ગયું.

Leave a Response

error: Content is protected !!