રાજનીતિ

માવતરને ધક્કા મારીને ઘરની બહાર કાઢ્યા, રંગીલા રાજકોટમાં શર્મશાર કિસ્સો, CCTV ફુટેજમાં ઘટના કેદ

1.12Kviews

રાજકોટના મનહરપ્લોટમાં એક નિર્દય પૌત્રએ ફાધર્સ ડેના બીજા જ દિવસે તેના દાદા-દાદીને ધક્કા મારી ઘરની બહાર કાઢી મુક્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ગઈકાલે સૌએ ફાધર્સ ડેની ઉજવણી કરી અને આજે પૌત્ર શુભમ, પુત્ર કૈલાશભાઈ અને પુત્રવધૂ ભાવનાબેને દાદા જેરામભાઈ સગપરિયા અને દાદા મણીબેન સગપરિયાને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મુક્યા હતા અને ઘરનો દરવાજો બંધ કરી દીધો.

વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ
વીડિયોમાં જોઈ શકાય છે કે પૌત્ર પહેલા દાદીને જોરથી ધક્કા મારે છે. જેમાં દાદી 2-3 ફૂટ દૂર રસ્તા પર પડી જાય છે.  બાદમાં દાદા પૌત્રને સમજાવવા જતા પૌત્ર શુભમ દાદાને પણ જોરથી ધક્કા મારી દે છે અને દાદા પણ રોડ પર પટકાય છે. જો કે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. દાદા-દાદી પ્રોવિઝન સ્ટોર ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. ત્યારે આજે પૌત્ર શુભમ, પુત્ર કૈલાશભાઈ અને પુત્રવધૂ ભાવનાબેન દાદા જેરામભાઈ સગપરિયા અને દાદા મણીબેન સગપરિયાને ધક્કો મારીને ઘરની બહાર કાઢી મુક્યા હતા અને ઘરનો દરવાજો બંધ કરી દીધો હતો.

પુત્રવધૂ આવી ત્યારથી ત્રાસ આપે છેઃદાદી
ગઈકાલે ફાધર્સ ડેની ઉજવણી કરવામાં આવી અને ફાધર્સ ડેના બીજા જ દિવસ પૌત્ર દ્વારા દાદા-દાદીને હડધૂત કરવામાં આવ્યા હોવાનો વીડિયો સામે આવ્યો છે. મહત્વનું છે કે વૃદ્ધ અવસ્થામાં દિકરાઓ પોતાના મા-બાપનો સહારો બનતા હોય છે. પણ અહીંયા ચિત્ર કંઈક જુદું જ જોવા મળ્યું હતું. જેને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. દાદીએ જણાવ્યું હતું કે પુત્રવધૂ આવી ત્યારથી ત્રાસ આપે છે. દિકરો કાંઈ નથી કરતો પણ દિકરાની વહુ બધુ કરે છે. મારે 4 દિકરા છે.

Leave a Response

error: Content is protected !!