Corona Update

ફરજ સાથે સાવચેતી : રાજકોટના હોટસ્પોટ વિસ્તારમાં ફરજ બજાવતા PI, બાલ્કનીમાંથી ઘરમાં પ્રવેશે છે

499views
  • રોજ માતાના આશીર્વાદ લઈને ઘરેથી નીકળે છે,  રોજ 15 કલાકથી વધુ જંગલેશ્વર વિસ્તારમાં ફરજ બજાવે છે
  • રાજકોટના 29માંથી 18 કેસ માત્ર જંગલેશ્વરમાંથી મળી આવ્યા
  • ઘરે બાલ્કનીમાંથી જાય છે, ગનથી લઈ બેલ્ટ સુધી બધું સેનેટાઇઝ કર્યા બાદ ઘરમાં એન્ટ્રી

ફરજ સાથે સાવચેતી પણ રાખવી જરૂરી છે. ખાસ કરીને હજારોની રક્ષા કરતા અધિકારીઓ અને પોલીસ પોતાની સંભાળ રાખે તે જરૂરી છે. આ વાતનું ઉદાહરણ રાજકોના પીઆઈએ પુરુ પાડ્યું છે.

રાજકોટમાં હોટસ્પોટ વિસ્તાર જંગલેશ્વરમાં રોજ કોરોનાના કેસ વધી રહ્યા છે. રાજકોટના 29માંથી 18 કેસ માત્ર જંગલેશ્વરમાંથી મળી આવ્યા છે. જ્યારે અહીં પોલીસ સતત ખડેપગે રહે છે. ત્યારે અંદરથી દરેક પોલીસને એક પ્રકારનો ભય પણ રહે છે. રાજકોટના PI સુખવિન્દરસિંઘ ગડુ આ વિસ્તારમાં સતત ખડેપગે હોય છે. પરંતુ તે પોતાનું પણ એટલું જ ધ્યાન રાખે છે. જ્યારે પણ ઘરે જાય એટલે ઘરના દરવાજામાંથી પ્રવેશ કરતા નથી. ઘરની પાછળ બાલ્કનીમાંથી ઘરમાં પ્રવેશ કરે છે અને તમામ વસ્તુ ગેલેરીમાં સેનેટાઇઝ કર્યા બાદ ઘરમાં એન્ટ્રી કરે છે. જંગલેશ્વરવાસીઓએ પણ PIની કામગીરીની પ્રશંસા કરી રહ્યા છે. બે દિવસ પહેલા જ જંગલેશ્વરવાસીઓએ તેમના પર ફૂલોનો વરસાદ કરી કામગીરીને વધાવી હતી

.માતા બીમાર, થોડા સમય પહેલા જ હોસ્પિટલમાંથી રજા થઇ, વીડિયોકોલ મારફતે જ વાત કરતા

આ કપરા સમયમાં કેટલાક પોલીસકર્મીઓ એવા છે કે જેમણે એક તરફ તેમના પરિવારની જવાબદારી છે તો બીજી તરફ લોકોને સુરક્ષિત રાખવાની જવાબદારી પણ. એક પોલીસ અધિકારી કે જેમની બીમાર માતા ઘરે સારવાર લઈ રહી છે. છતાં તેઓ રાત-દિવસ પોતાની ફરજ પર તૈનાત રહીને લોકો પાસે લોકડાઉનનું પાલન કરાવી રહ્યા છે. રાજકોટના ટ્રાફિક PI સુખવિન્દરસિંઘ ગડુ કે તેમની માતા છેલ્લા ઘણા સમયથી બીમાર છે. તેમની પાસે રહેવાના બદલે તેઓ પોતાની ફરજ ચૂક્યા નથી. માતાના હાલચાલ વીડિયો કોલ મારફતે પૂછી લે છે. PIનું કહેવું છે કે, મારી જવાબદારી પરિવાર સાથે લોકોની રક્ષા કરવાની પણ છે. હું આ સમયે મારી ફરજને વધારે મહત્વ આપી રહ્યો છું.

Leave a Response

error: Content is protected !!