Corona Update

રાજકોટમાં ઉદ્યોગોનો ધમધમાટ ગુરુવારથી શરૂ,રૂપાણી સરકારે કરી જાહેરાત આ છે શરતો

3.06Kviews

ગુરુવારથી રાજકોટમાં ઉદ્યોગ-ધંધો શરૂ કરાશે, જિલ્લા કલેક્ટર મંજૂરી આપશેઃ અશ્વિની કુમાર

ગુજરાતમાં લોકડાઉન પુરી થવાને આરે છે. રાજકોટમાં બંધ પડેલા ઉદ્યોગો ફરી ધમધમતા થાય તે માટે રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત કરી છે. હાલ તેને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. લોકડાઉન-3માં 17મી મે પછી રાજ્યોની આર્થિક સ્થિતિને પહોંચી વળવા માટે ગુજરાત સરકારે પણ તેની બ્લુ પ્રિન્ટ તૈયાર કરી લીધી છે. જેમાં અનેક ધંધાઓ ખોલવા માટેના નિયમો પણ બનાવ્યા છે. જેમાં શહેરની તમામ કાપડની દુકાનો ખુલ્લી રાખી શકાશે. લોકડાઉન બાદ પણ શહેરોની અંદર પ્રવેશવાની ચેકપોસ્ટમાં વધુ કડક ચેકીંગ કરાશે. સરકાર રૂપરેખા તો તૈયાર કરી રહી છે પણ જે શહેરમાં બજારો ખુલ્યા બાદ જો ફરી 10 થી 15 કોરોનાનાં પોઝિટિવ કેસ આવશે તો તે વિસ્તારોમાં આપેલી છૂટછાટ પાછી ખેંચવામાં આવશે અને તે વિસ્તારોમાં ફરીવાર લોકડાઉનનો કડક અમલ કરાવાશે.

આજે રંગીલા રાજકોટ શહેર માટે મહત્વની જાહેરાત કરતા સીએમઓના અગ્ર સચિવ અશ્વિની કુમારે જણાવ્યું કે, 14 મેથી રાજકોટમાં ઉદ્યોગોને મંજૂરી આપી દેવાઈ છે. તેથી હવે 14 મેથી રાજકોટમાં ઉદ્યોગો ધમધમતા થઈ જશે. લોકડાઉનમાં ઉદ્યોગોને ફરી જીવંત કરવા રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે. તો રાજકોટમાં કન્ટેન્મેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં ઈન્ડસ્ટ્રીઝ ચાલુ થઈ શકશે. આ જાહેરાત સાથે રાજકોટમાં ગુરુવારથી ઉદ્યોગો ફરી ધમધમતા થશે. તેના માટે ઉદ્યોગકારોએ જિલ્લા કલેક્ટર કક્ષાએથી પરવાનગી મેળવવાની રહેશે.

રાજકોટમાં ગુરુવારથી ઉદ્યોગો ફરી ધમધમતા થવાની જાહેરાત વચ્ચે ઉદ્યોગકારોને કેટલાક નિયમો બનાવ્યા છે, તેનું પાલન કરવાનું રહેશે. જેમ કે ઉધોગ કે કારખાનામાં માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ, કામદારોનો ટાઈમ નક્કી કરવો પડશે. એટલું જ નહીં દરેક કામદારોનું હેલ્થ ચેકઅપ કરવું પડશે. લક્ષણો ચેક કરી, કામદારોનું હેલ્થ ચેકઅપ જરૂરી બનાવવામાં આવ્યું છે. હાલ પરંતુ રાજકોટમાં કન્ટેન્મેન્ટ સિવાયના વિસ્તારમાં ઈન્ડસ્ટ્રીઝ શરૂ થશે.

Leave a Response

error: Content is protected !!