રાજનીતિ

એક દુજે કે વાસ્તે……રાજકોટમાં પોલીસ કર્મચારીઓનો સજોડે આપઘાત

98views

રાજકોટમાં મહિલા પોલીસકર્મી અને કોસ્ટબલે સજોડે આપઘાત કરી લેતા ચકચાર મચી છે.શહેર પોલીસમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ રવીરાજસિંહ જાડેજા અને ASI ખુશ્બુ કાનાબારએ કાલાવડ રોડ ઉપર આવેલા હાઉસિંગ બોર્ડના ફ્લેટમાં આપઘાત કર્યો.

             પોલીસના પ્રાથમિક તપાસમાં સામે આવેલી વિગત મુજબ 9 એમ એમની સર્વિસ રિવોલ્વરમાંથી બે રાઉન્ડ ફાયરિંગ કરીને આપઘાત કર્યાનું સામે આવ્યું છે.

           ASI ખુશ્બૂ કાનાબાર છેલ્લા ત્રણ વર્ષથી જયારે રવીરાજસિંહ જાડેજા કોન્સ્ટેબલ તરીકે 8 વર્ષથી ફરજ બજાવી રહ્યા હતા.બંને એક જ પોલીસ મથકમાં સાથે ફરજ બજાવતા હતા.તેઓ હાઉસિંગ બોર્ડના મકાનમાં ભાડે લિવ ઇનમાં રહેતા હોવાનું સામે આવ્યું છે.

આ બનાવ અંગે ઉચ્ચઅધિકારીઓએ વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Leave a Response

error: Content is protected !!