રાજનીતિ

CM રૂપાણીની હાજરીમાં ભાજપના ઉમેદવાર એસ જયશંકર, જુગલ ઠાકોર ભર્યું ઉમેદવારી ફોર્મ

127views

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીને લઇને જે ધમધમાટ ચાલી રહ્યો હતો. તે હવે અંતિમ ચરણસીમાએ પહોંચ્યો છે. ભાજપે રાજ્યસભાની ચૂંટણી માટે જે બે ઉમેદવારો જાહેર કર્યા હતા. તેમને આજે (મંગળવારે) વિધિવત રીતે ફોર્મ ભર્યા હતા. આજે રાજ્યસભાની ચૂંટણી માટે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો. જેથી બન્ને ઉમેદવારોએ વિજય મૂર્હતમાં ફોર્મ ભર્યા હતા.

બંને ઉમેદવારોએ વિજય મુહૂર્તમાં વિધાનસભાના ત્રીજા માળે નાયબ સચિવ ચેતન પંડ્યાની ચેમ્બરમાં ફોર્મ ભર્યું હતું. ફોર્મ ભરતા પહેલા મુખ્યમંત્રી નિવાસસ્થાને એક બેઠક પણ મળી હતી. આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી, ભીખુભાઈ દલસાણીયા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, આર.સી.ફળદુ ,પ્રદીપસિંહ જાડેજા , દંડક પંકજ દેસાઈ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.

જ્યારે કોંગ્રેસ પણ પોતાના બે ઉમેદવારોને પેટાચૂંટણીમાં ઉતારશે. જેમાં એક બેઠક પર ગૌરવ પંડ્યા અને બીજી બેઠક પર ચંદ્રિકાબેન ચુડાસમા ઉમેદવારી કરે તેવી રાજકીય ચર્ચાઓ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે પેટાચૂંટણીને અલગ અલગ બેલેટ પેપરથી ચૂંટણી યોજવા સામે કોંગ્રેસને સુપ્રીમ કોર્ટે રાહત આપી ન હતી અને હાઈકોર્ટમાં કેસ દાખલ કરવા જણાવી અરજી ફગાવી હતી.

ગુજરાતમાંથી એક રાષ્ટ્રીય નેતાને રાજ્યસભામાં મોકલવાની સીલસીલો ભાજપે યથાવત રાખ્યો છે. ભાજપે વિદેશ મંત્રી એસ જયશંકરને ગુજરાતમાંથી રાજ્યસભાની ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. આ પહેલા લાલકૃષ્ણ અડવાણી, સ્મૃતિ ઈરાની અરુણ જેટલી જેવા નેતાઓ ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ રહી ચુક્યા છે.

લોકસભા ચૂંટણી 2019માં સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા બાદ અમિત શાહ અને સ્મૃતિ ઇરાનીની રાજ્યસભાની બેઠકો ખાલી પડી છે. બંને નેતાઓ ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ હતા. હવે આ બંને બેઠકો પર પાંચમી જુલાઈના રોજ ચૂંટણી યોજાશે.

 

Leave a Response

error: Content is protected !!