વિકાસની વાત

રાજ્યની સુરક્ષાને વધુ સુદ્રઢ બનાવવા રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય

99views

ગુજરાત રાજ્ય ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદ્રઢ બનાવવા માટે અમારી સરકાર સતત પ્રયત્નશીલ છે. જેના ભાગરૂપે રાજ્યમાં સૌ પ્રથમ વાર સીધી ભરતીથી નિમણુંક પામેલા 108 પોલીસ ઇન્સ્પેક્ટરોને નિમણુંકના આદેશો કરાયા છે.

મંત્રી જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્યના યુવાનોને રોજગારી પુરી પાડવા માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ખાસ ધ્યાન કેન્દ્રિત કરીને સમયબદ્ધ આયોજન કર્યું છે. છેલ્લા ઘણા વર્ષોથી સરકારી ભરતીમાં વાર્ષિક કેલેન્ડર મુજબ ભરતી પ્રક્રિયાઓ હાથ ધરીને યુવાનોને સરકારી નોકરી પુરી પાડવામાં આવી રહી છે. જેના ભાગરૂપે પોલીસ વિભાગમાં પણ વિવિધ સંવર્ગોમાં યુવાનોને સીધી ભરતીથી નિમણુંકો આપી છે. આ નિમણુકો પણ સીધી ભરતીથી કરાઈ છે.

ઉપરાંત સીધી ભરતીથી પસંદગી પામેલા 108 પોલોસ ઇન્સ્પેક્ટરોની નિમણુંક કરાઈ છે. જેમાં બિન અનામત સામાન્ય વર્ગ, સામાન્ય શેક્ષણિકરીતે પછાત વર્ગ, અનુસૂચિત જાતી વર્ગ , અનુશુચિત જન જાતી વર્ગ એમ તમામ વર્ગોમાં પુરુષ તથા મહિલા ઉમેદવારોની પસંદગી કરીને તેઓને નિમણુંકના હુકમો કરવામાં આવ્યા છે.

Leave a Response

error: Content is protected !!