રાજનીતિ

ભાજપના ત્રણેય ઉમેદરવારની જીત, ભરતસિંહ ફરી હાર્યા, જાણો કોને કેટલા મત મળ્યા ?

2.11Kviews

રાજ્યસભાની 4 બેઠકની ચૂંટણીનું પરિણામ આવ્યું છે. ભાજપના 103, કોંગ્રેસના 65, NCP-1 અને એક અપક્ષે મતદાન કર્યું છે. પરંતુ BTP મતદાનથી દૂર રહ્યું છે, આ સાથે જ ભાજપના ત્રણેય ઉમેદવાર રમીલાબેન બારા, નરહરિ અમીન અને અભય ભારદ્વાજની જીત થઈ ગઈ છે. જ્યારે કોંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહિલની જીત થઈ ગઈ છે. જ્યારે કોંગ્રેસના ભરતસિંહ સોલંકીને હારનો સામનો કરવો પડ્યો છે.

ભાજપના પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર અને સુમુલ ડેરીના ચેરમેન રાજુ પાઠકે મોટું ઓપરેશન પાર પાડીને BTPના બંને ધારાસભ્યને મતદાનથી દૂર રાખવા માટે મનાવી લીધા છે. નર્મદા અને ભરૂચ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ ટેકો પાછો ખેંચે તેવી શક્યતા છે.ભાજપ અને કોંગ્રેસે BTPના બન્ને ધારાસભ્યને છેલ્લી ઘડી સુધી મનાવ્યા હતા. પરંતુ તેઓ મતદાન કરવા આવ્યા નહોતા.

જો બીટીપી મતદાન કરત તો પણ કોંગ્રેસને એક મત ખુટી પડત અને જીતી શકત નહિ,

<head> <head>

કોંગ્રેસે ચૂંટણી રોકવા ખૂબ ધમપછાડા કર્યા, સુપ્રીમ કોર્ટ સુધી ગઈ, મતદાનમાં ખેલ કર્યાં, વોટિંગ પછી પરિણામ રોકવા ચૂંટણી પંચ સમક્ષ ઉધામા કર્યાં પણ, આજનું મોત આવતીકાલ પર ટાળી ન શકી!

કેન્દ્રીય નેતૃત્વનું માર્ગદર્શન, ટીમ રૂપાણીની મહેનત ફળી: અભયભાઈને 32, નરહરિ 36 અમીનને અને રમીલાબેનને 36 મત મળ્યા

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં અત્યંત પ્રભાવશાળી દેખાવ કરતા ભાજપને 4માંથી 3 બેઠકો મળી છે. રાજ્યસભાની ચૂંટણીમાં CM રૂપાણીનાં નેતૃત્વમાં ભાજપનાં અભય ભારદ્વાજ, નરહરિ અમીન અને રમીલાબેન બારાએ શાનદાર જીત મેળવી હતી. કોંગ્રેસે ચૂંટણી રોકવા ખૂબ ધમપછાડા કર્યા, સુપ્રીમ કોર્ટ સુધી ગઈ, મતદાનમાં ખેલ કર્યાં, વોટિંગ પછી પરિણામ રોકવા ચૂંટણી પંચ સમક્ષ ઉધામા કર્યાં પણ, આજનું મોત આવતીકાલ પર ટાળી ન શકી! આમ, કેન્દ્રીય નેતૃત્વનું માર્ગદર્શન, ટીમ રૂપાણીની મહેનત ફળી છે. અભયભાઈને 32, નરહરિ અમીનને 36 અને રમીલાબેનને 36 મત મળ્યા છે. માત્ર રાજ્યસભામાં જ નહીં, સુપ્રિમ કોર્ટથી લઈ ચૂંટણીપંચમાં અને જનતાની નજરમાં પણ કોંગ્રેસની હાર થઈ હતી. રાજ્યસભાની ચૂંટણીમાં આગોતરી હાર ભાળી ગયેલી કોંગ્રેસે અને વિપક્ષ નેતાએ ધોમ ધમપછાડા કર્યા છતાં હારી ગયા છે. રાજકારણનાં સિદ્ધાંતો નેવે મૂકી કોંગ્રેસ – વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ સૌપ્રથમ તો ચૂંટણી જ રદ્દ થાય તે માટે સુપ્રિમ કોર્ટમાં અરજી કરી હતી પરંતુ રાજ્યસભાની ચૂંટણી સામે સ્ટે આપવા સુપ્રિમ કોર્ટે ઈન્કાર કર્યો છે. અને આજે જ્યારે શાંતિપૂર્ણ રીતે રાજ્યસભાની ચૂંટણી યોજાઈ સાંજે પાંચ વાગ્યે મતગણતરી થવાની હતી ત્યારે હંમેશા હવનમાં હાડકાં નાખનારી કોંગ્રેસ દ્વારા ભાજપના બે ધારાસભ્યોના મત મામલે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. અંતે કોંગ્રેસનો એ કીમિયો પણ કારગર નીવડ્યો ન હતો અને

વિપક્ષ નેતા પરેશ ધાનાણીથી લઈ કોંગ્રેસ નેતા અમિત ચાવડા અને તેના ટપોરી સાથીઓની નીતિ ખોરા ટોપરા જેવી છે એ સાબિત થઈ ગયું છે. સામ, દામ, દંડ, ભેદથી લોકશાહીનું કત્લ કરવા માટે કુખ્યાત કોંગ્રેસ પક્ષનાં પ્રભારી રાજીવ સાતવે પણ ગઈકાલે સાંજે એક મિટિંગ યોજી હતી અને એ પછી કોંગ્રેસના કેટલાક જુનિયર ધારાસભ્યો પાસેથી ફોન લઈ લેવાયા હતા, હોટેલની બહાર તાળું મારી દેવાયું હતું! પરિવારવાદ, વંશવાદ અને ઉંચનીચનાં ભેદભાવથી કંટાળી પોતાના પક્ષનાં ધારાસભ્યો બળવો કરી રાજીનામાં ધરી દીધાં, પક્ષની તરફેણમાં મતદાન ન કર્યું તો કોંગ્રેસે ચૂંટણી રોકવા મથામણ કરી પણ તેને તેમાં મ્હાત મળી. વળી, આજે ચૂંટણી યોજાઈ તો ભાજપનાં ધારાસભ્યોનાં કાયદેસર પડેલા મતને ગણતરીમાં ન લેવા પણ માથાકૂટ કરી હતી. પણ, છેવટે ભાજપનો શાનદાર વિજય થયો હતો.

Leave a Response

error: Content is protected !!