રાજનીતિ

કોંગ્રેસમાં ભડકો : ત્રણ ધારાસભ્યોના ધડાધડ રાજીનામાં..? પરેશ ધાનાણીએ ટ્વિટ કરીને સ્વીકારી લીધું

3.89Kviews

કોંગ્રેસના કરજણથી ધારાસભ્ય અક્ષય પટેલે રાજીનામું આપ્યું છે. અક્ષય પટેલ કોંગ્રેસના સંપર્કની બહાર ગયા છે. વડોદરાના કોંગ્રેસે વાત પર પુષ્ટિ કરતા કહ્યુ છે કે અક્ષય પટેલ અમારા સંપર્કમાં નથી. આ ઉપરાંત પરેશ ધાનાણીએ ટ્વિટ કરીને સ્વીકારી પણ લીધું છે.

સત્તાવાર માહિતી 12.30 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરીને આપી શકાય છે. ત્રણ ધારાસભ્યોમાં એક કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ છે, બીજા ધારાસભ્ય જીતુ ચૌધરી અને આણંદના પરમાર સોઢા થયા છે સંપર્ક વિહોણા છે.

તો સુત્રો તરફથી માહિતી મળી છે કે જંબુસરના ધારાસભ્ય સંજયસિંહ સોલંકી અક્ષય પટેલના ખાસ મિત્ર છે જો અક્ષય પટેલ રાજીનામું આપે તો તેના પગલે સંજયસિંહ સોલંકી ચાલી શકે છે. આ સાથે જ કોંગ્રેસમાં બે રાજીનામા પડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.

આવી પરિસ્થિતિમાં કોંગ્રેસ રાજ્યસભામાં બે બેઠક જીતી શકશે નહિ. કોંગ્રેસને એક બેઠક પરથી હાથ ધોવા પડશે.

હાલ સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે, અક્ષય પટેલ બાદ કૉંગ્રેસના વધુ ચાર જેટલા ધારાસભ્યો ટૂંક સમયમાં રાજીનામાં ધરી શકે છે. આ ધારાસભ્યોમાં કપરાડા ધારાસભ્ય જીતુ ચૌધરી, , પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ, પાલનપુરના ધારાસભ્ય મહેશ પટેલ અને ભિલોડાના ધારાસભ્ય અનિલ જોષિયારાનો સમાવેશ થાય છે.

આ પહેલા પણ પાંચ ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હતા.. આ ધારાસભ્યોમાં ગઢડાના ધારાસભ્ય પ્રવિણભાઈ મારૂ, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, ધારીના ધારાસભ્ય જે.વી. કાકડીયા, લીંબડીના ધારાસભ્ય સોમાભાઈ પટેલ અને ડાંગના ધારાસભ્ય મંગળભાઈ ગાવિતનો સમાવેશ થાય છે. આ તમામ લોકોને કૉંગ્રેસ પાર્ટીએ પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા છે.

Leave a Response

error: Content is protected !!