રાજનીતિ

ફરી જામ્યો ચૂંટણી જંગ.. આગામી 19 જુને રાજ્યસભાની ચૂંટણી, ગુજરાતની 4 બેઠકો માટે 5 ઉમેદવારોની રસાકસી

999views
  • 19 જૂને યોજાશે રાજ્યસભાની ચૂંટણી
  • 18 બેઠકો માટે રાજ્યસભાની ચુંટણી  યોજાશે
  • ગુજરાતમાં 4 બેઠકો પર યોજાશે રાજ્યસભાની ચૂંટણી

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે હાહાકાર મચાવતા લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. જેને લઇને મુલતવી રાખવામાં આવેલી રાજ્યસભાની ચૂંટણી  આગામી 19 જૂને યોજાશે. 19 જૂને સવારે 9થી 4 વાગ્યા સુધી મતદાન થશે. એજ દિવસે સાંજે 5 વાગે મતગણતરી શરૂ કરાશે.

ગુજરાતમાં 4 બેઠકો માટે 5 ઉમેદવારો છે મેદાને

ગુજરાતની 4 બેઠકો પર 5 સભ્યોએ ફોર્મ ભર્યા છે. જેમાં કોંગ્રેસ તરફથી ભરતસિંહ સોલંકી અને શક્તિસિંહ ગોહિલ ઉમેદવાર છે. બીજી બાજુ ભાજપ તરફથી નરહરી અમિન, અભય ભારદ્વાજ અને રમિલાબેન બારા ઉમેદવાર છે. આ અંગે નરહરી અમીને કહ્યું કે કોંગ્રેસનું ઘર પહેલેથી ભાંગેલુ છે. કોંગ્રેસના જ મિત્રો જીતાડવામાં મદદ કરશે. BTP અને NCPના ધારાસભ્યો ભાજપને મત આપશે.

મહત્વનું છે કે, કોરોના વાયરસના કારણે રાજ્યસભાની ચૂંટણીને મુલતવી રાખવામાં આવી હતી. 10 રાજ્યોની 37 સીટો પર ઉમેદવાર બિનહરીફ થયા હતા. જ્યારે હવે 7 રાજ્યોની 18 બેઠકો પર મતદાન થશે. જેમાં ગુજરાત, આંધ્રપ્રદેશ, ઝારખંડ, રાજસ્થાનમાં રાજ્યસભાની ચૂંટણી યોજાશે. 

Leave a Response

error: Content is protected !!