રાજનીતિ

રામ મંદિર નિર્માણ તરફ વધુ એક પગલુ, યોગીએ શ્રીરામની કાષ્ઠપ્રતિમાનું કર્યું અનાવરણ

143views

અયોધ્યા,ઉત્તરપ્રદેશ :  યોગી આદિત્યનાથે શુક્રવારે રામની 7 ફુટની પ્રતિમાં અનાવરણ કરતા  કહ્યુ કે મારી ઈચ્છા છે કે અયોધ્યામાં રામ મંદિર જલ્દી બને.

કેન્દ્રમાં ભાજપની બહુમતી વાળી NDA સરકારનું પુનરાવર્તન થતા રામ જન્મભૂમિ પર રામ મંદિર નિર્માણની શક્યતાઓ પ્રબળ બની છે. ભાજપે પોતાનાચૂંટણી ઢંઢેરામાં રામ-મંદિર નિર્માણનો મુદ્દો સમાવ્યો હતો. રામ મંદિર નિર્માણમાં ભાજપને NDA ના સાથીપક્ષોનો પણ ટેકો મળી રહ્યો છે. હવે કેન્દ્રની મોદી સરકાર અને ઉત્તરપ્રદેશની યોગી સરકાર ધીમે ધીમે આ દિશામાં આગળ વધી રહી છે.

યોગી આદિત્યનાથે કાષ્ઠપ્રતિમાનું અનાવરણ કર્યું

આજે અયોધ્યામાં મહંત નૃત્ય ગોપાલદાસના ૮૧માં જન્મદિવસે યોજાયેલ સમારોહમાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે અયોધ્યા શોધ સંસ્થાનમાં શ્રીરામની ૭ ફૂટની પૂર્ણ કદની કાષ્ઠપ્રતિમાનું અનાવરણ કર્યું. આ પ્રતિમા કર્ણાટક શૈલીમાં બનાવાઈ છે જે કર્ણાટક સ્ટેટ આર્ટ એન્ડ એમ્પોરિયમ પાસેથી ખરીદવામાં આવી છે જેને રાષ્ટ્રપતિ પુરસ્કાર પણ મળેલું છે. આ પ્રતિમાના અનાવરણ બાદ યોગી આદિત્યનાથે આપેલ વક્તવ્ય પણ સૂચક હતું. તેમણે કહ્યું કે સંવિધાનની મૂળ પ્રતમાં ભગવાન રામનું ચિત્ર છે. સમગ્ર દુનિયામાં અયોધ્યાની ઓળખ રામ જન્મભૂમિ તરીકેની જ છે.


ભાજપ – શિવસેના રામમંદિર નિર્માણ માટે દૃઢ

કેન્દ્રની મોદી સરકારને હજી ૭ દિવસ થયા છે ત્યાં જ NDA ના સાથી પક્ષ શિવસેનાના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતે નિવેદન આપ્યું કે ભાજપ પાસે ૩૦૩ સાંસદો છે અને શિવસેના પાસે ૧૮, તો હવે રામ મંદિર માટે બીજું શું જોઈએ ? ત્યારબાદ શિવસેના અધ્યક્ષે જાહેરાત કરી કે કે તેઓ ૧૬ જૂને શિવસેનાના તમામ સાંસદો સાથે અયોધ્યા જશે. ત્યારબાદ આજે અયોધ્યામાં ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે શ્રીરામની કાષ્ઠપ્રતિમાનું અનાવરણ કર્યું. આ તમામ બાબતો સંકેત આપી રહી છે કે મોદી સરકાર પોતાના બીજા કાર્યકાળમાં રામમંદિર નિર્માણ માટે દૃઢ બની રહી છે.

ઇકબાલ અંસારીએ કર્યું સ્વાગત

મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે શ્રીરામની કાષ્ઠપ્રતિમાનું અનાવરણ કર્યું. આ અંગે પ્રતિક્રિયા આપતા બાબરી મસ્જીદના પક્ષકાર ઇકબાલ અંસારીએ કહ્યું કે હું આ ઘટનાનું સ્વાગત કરૂ છું. અયોધ્યામાં યોગી આદિત્યનાથે જે કરી બતાવ્યું એ આજ સુધી કોઈ નથી કરી શક્યું. તેમણે બાબરી મસ્જીદ-રામ જન્મભૂમિ વિવાદ જલ્દી ઉકેલાય એવી આશા વ્યક્ત કરી છે.

Leave a Response

error: Content is protected !!