Corona Update

‘રામાયણ’માં સુગ્રીવનું પાત્ર ભજવનાર એક્ટર શ્યામ સુંદરનું નિધન, રામચરિત માનસ વાંચતા વાંચતા થયો સ્વર્ગવાસ

194views

લોકડાઉનને કારણે દૂરદર્શન પર ‘રામાયણ’ સિરિયલ ફરીવાર પ્રસારિત થઈ રહી છે. આ સિરિયલમાં સુગ્રીવ તથા બાલીનું પાત્ર ભજવનાર કલાકાર શ્યામ સુંદર કલાનીનું તાજેતરમાં જ નિધન થયું હતું.

શ્યામ સુંદરે રામાયણ સિવાય ‘જય હનુમાન’માં હનુમાનનો રોલ પ્લે કર્યો હતો તેમજ ‘મહાભારત’માં ભીમનો રોલ પ્લે કર્યો હતો. તેમણે ‘હીર રાંઝા’, ‘ત્રિમૂર્તિ’, ‘છૈલા બાબુ’ જેવી ફિલ્મમાં કામ કર્યું હતું. સિરિયલમાં રામ બનતા અરૂણ ગોવિલ તથા લક્ષ્મણ બનેલા સુનીલ લહરીએ સોશિયલ મીડિયામાં શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તે છેલ્લા 20 વર્ષથી કાલકાની હાઉસિંગ બોર્ડ કોલોનીમાં રહેતા હતા. રામાયણની લીડ સ્ટાર કાસ્ટ અને તેના ચાહકોએ શ્યામ સુંદરના નિધન પર સોશ્યલ મીડિયા પર શોક વ્યક્ત કર્યો છે.

 

Leave a Response

error: Content is protected !!