રાજનીતિ

રિઝર્વ બેંકના ડેપ્યુટી ગવર્નરના રાજીનામાં બાદ ખળભળાટ, જાણો કારણ શા માટે છોડ્યુ પદ ?

123views

રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. રીઝર્વ બેંકના સૌથી યુવાન ઉચ્ચ અધિકારી એવા ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્યએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. લગભગ સાત મહિનાની અંદર રીઝર્વ બેંકમાં આ બીજા ઉચ્ચ અધિકારીનું રાજીનામું છે. આ પહેલા ગત ડિસેમ્બરમાં RBI ગવર્નર ઊર્જિત પટેલે વ્યક્તિગત કારણોસર રાજીનામું આપ્યું હતું.

જાન્યુઆરી ૨૦૧૭માં નિયુક્તિ થઈ હતી

જાન્યુઆરી ૨૦૧૭માં વિરલ આચાર્યની રીઝર્વબેંકના ડેપ્યુટી ગવર્નર તરીકે નિયુક્તિ થઇ હતી. તેમનો કાર્યકાળ ત્રણ વર્ષનો નિર્ધારિત હતો. ડેપ્યુટી ગવર્નરના પદ પર રહેતા વિરલ આચાર્યએ રીઝર્વ બેંકના ફાઈનાન્સિયલ સ્ટેબીલીટી, મોનીટરીંગ પોલીસી, ઇકોનોમિક એન્ડ રીસર્ચ, ફાઈનાન્સિયલ માર્કેટ ઓપરેશન, ફાઈનાન્સિયલ માર્કેટ રેગ્યુલરેશન જેવા મહત્વના વિભાગોમાં ઇન્ચાર્જ રહ્યા હતા.

કાર્યકાળ પૂર્ણ થવાના 6 મહિના પહેલા રાજીનામું

રીઝર્વ બેંકના ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્યએ પોતાના કાર્યકાળ પૂર્ણ થવાના 6 મહિના પહેલાં જ પદ પરથી રાજીનામું આપી દીધું છે. વિરલ આચાર્ય એ ઉચ્ચ અધિકારીઓમાં સ્થાન ધરાવતા હતા જેમને પૂર્વ ગવર્નર રઘુરામ રાજનની ટીમમાં સ્થાન મળ્યું હતું. રીઝર્વ બેંકના ગવર્નર રઘુરામ રાજને 10 ડીસેમ્બર 2018 માં પોતાના કાર્યકાળ પૂર્ણ થવાના 9 મહિના પહેલા રાજીનામું આપ્યું હતું. રઘુરામ રાજનના રાજીનામા બાદ વિરલ આચાર્યએ પણ રાજીનામું આપવાનું નક્કી કરી લીધું હતું.

શા માટે છોડ્યું પદ ?

આરબીઆઈએ એક નિવેદન બહાર પાડતા જણાવ્યુ કે આખરે શા માટે વિરલ આચાર્યએ પદ છોડ્યું છે. થોડા સમય પહેલા ડો. આચાર્યએ આરબીઆઈને એક પત્ર લખીને જણાવ્યું હતું કે અનિવાર્ય વ્યક્તિગત સંજોગોને કારણે 23 જુલાઈ,2019 પછી પોતાનો પદભાર સંભાળી શકશે નહિં.

વિરલ આચાર્ય અહી સંભાળશે નવી જવાબદારી

વિરલ આચાર્યએ IIT મુંબઈમાં 1995માં કમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરીંગમાં સ્નાતક કર્યું છે તેમજ 2001 માં ન્યુ યોર્ક યુનિવર્સીટીમાં નાણાકીય વિષય પર સંશોધન કરી પી.એચ.ડી. ની પડવી મેળવી છે. 2001 થી 2008 સુધી વિરલ આચાર્ય લંડનની બીઝનેસ સ્કુલમાં વ્યાખ્યાતા રહ્યા હતા. હવે તેઓ ન્યુયોર્ક યુનિવર્સીટીની સેટર્ન સ્કુલ ઓફ બીઝનેસમાં વ્યાખ્યાતા બને એવી શકયતા છે.

એન.વિશ્વનાથનો કાર્યકાળ વધશે

વિરલ આચાર્યના રાજીનામા બાદ હવે રિઝર્વ બેંકમાં ત્રણ ગવર્નર રહ્યા છે જેમાં એન એસ વિશ્વનાથ, બી પી કાનુનગો, અને એચ કે જૈન નો સમાવેશ થાય છે. આમાં એન એસ વિશ્વનાથનો કાર્યકાળ જુલાઈના પહેલા અઠવાડિયામાં પૂર્ન્થાઈ રહ્યો છે ત્યારે વિરલ આચાર્યના રાજીનામાંના પગલે એન એસ વિશ્વનાથનો કાર્યકાળ વધુ બે વર્ષ સુધીનો વધારવામાં આવી શકે છે.

Leave a Response

error: Content is protected !!