વિકાસની વાત

ડ્રાય મંચુરિયન બનાવવાની સરળ રીત આજે જ શીખો

187views

વાનગી નું નામ -ડ્રાય મંચુરિયન

સામગ્રી -એક મીડિયમ સાઈઝ ની કોબી
બે ગાજર
આજી નો મોટો એક ચમચી
કોર્ન ફ્લોર એક વાટકી
મેંદો દોઢ વાટકી
મરચા ની ભૂકી સ્વાદ અનુસાર
મીઠુ સ્વાદ અનુસાર
મરી પાવડર સ્વાદ અનુસાર
તેલ તળવા માટે
ગ્રેવી માટે -કોબી લાંબી સમારેલી ત્રણ ચમચી
ડુંગરી લાંબી સમારેલી બે ચમચી
કેપ્સિકમ મરચા લાંબા સમારેલા બે ચમચી
આદુ ઝીણુ ચોપ કરેલું એક ચમચી
લસણ ની પેસ્ટ એક થી દોઢ ચમચી
તેલ ચાર થી પાંચ ચમચી
મીઠુ સ્વાદ અનુસાર
રેડ ચીલી સોસ બે ચમચી
ગ્રીન ચીલી સોસ બે ચમચી
સોયા સોસ ત્રણ ચમચી
વિનેગર બે ચમચી
ટોમેટો સોસ ચાર ચમચી
પાણી દોઢ કપ
કોર્ન ફ્લોર એક ચમચી (પાણી માં ઓગાળેલ )

બનાવવા ની રીત –
સૌ પ્રથમ કોબી અને ગાજર ને ખમણી માં છીણી લો. તેમાં મીઠુ દઈ થોડી વાર રાખી મુકો. ત્યાર બાદ તેને નીચોવી બધું પાણી કાઢી નાખવું. પછી તેમાં મેંદો, કોર્ન ફ્લોર, મરચા ની ભૂકી, મીઠુ અને મરી પાવડર નાખી મિક્સ કરો. તેના નાના બોલ બનાવી ગરમ તેલ માં મીડીયમ તાપે તળી લ્યો.
ગ્રેવી માટે કળાય માં તેલ લય તેમાં લસણ, આદુ, કોબી, ડુંગરી અને કેપ્શીકમ નાખી થોડી વાર પકાવો. તેમાં સોયા સોસ, રેડ ચીલી સોસ, ગ્રીન ચીલી સોસ, ટોમેટો સોસ અને વિનેગર નાખો. તેને મિક્સ કરી પાણી નાખી અને મીઠુ નાખવું પછી પાણી માં ઓગાળેલ કોર્ન ફ્લોર નાખી ગ્રેવી માં થીક્નેસ આવે પછી તૈયાર કરેલ મન્ચુરિયન નાખી હલાવી સર્વ કરવા.
તો તૈયાર છે ડ્રાય મંચુરિયન અને ઘરે જરૂર થી બનાવજો.

Leave a Response

error: Content is protected !!