જાણવા જેવુરાજનીતિ

રેકોર્ડ બ્રેક: છેલ્લા છ વર્ષની સરખામણીએ સપ્ટેમ્બરમાં 100 ટકાથી વધારે વરસાદ

92views

સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી સુજલામ સુફલામ યોજનાના કારણે વધુ પાણીનો સંગ્રહ થયો છે. તળાવોને ઉંડા કરવામાં આવ્યા છે અને ડેમમાંથી નાના ખેતરો સુધી પાણી પહોચાડવામાં આવ્યું છે. જેના કારણે વધુ પાણીનો સંગ્રહ થયો છે.

 

આ યોજનાથી રાજ્યમાં પહેલીવાર 21000 એમ.સી.એમ. કરતાં વધારે જળસંગ્રહનો રેકોર્ડ થયો છે. સરદાર સરોવર ખાતે દરવાજા નખાયા બાદ રાજ્યની અગાઉની જળસંગ્રહ ક્ષમતા 21000 એમ.સી.એમ.થી વધીને 25000 એમ.સી.એમ. થઇ છે જે બાદ પહેલીવાર 21000 એમ.સી.એમ.એટલે કે 21 લાખ કરોડ લિટરનો આંકડો પાર થયો છે.

અત્યારે જળાશયોમાં કુલ 21401 એમ.સી.એમ. પાણીનો જથ્થો છે. ગત વર્ષે આ સમયે કુલ પાણીનો જથ્થો 14067 એમ.સી.એમ. હતો. પહેલાવાર રાજ્યના કુલ 205 ડેમોમાં 84 ટકાથી વધારે પાણીનો સંગ્રહ થયો છે. રાજ્યમાં સરેરાશ 816 મી.મી. વરસાદની સામે મંગળવાર સવાર સુધી 882.28 મી.મી. (36 ઇંચ) એટલે કે 108.12% વરસાદ પડી ચુક્યો છે.

20 જિલ્લામાં 100 ટકાથી વધારે વરસાદ પડ્યો છે.
દાહોદ અને મહિસાગક જિલ્લાઓને બાદ કરતાં તમામ જિલ્લાઓમાં 80 ટકાથી વધારે વરસાદ થયો છે.
62 તાલુકાઓમાં 1000 મી.મી. કરતાં પણ વઘારે વરસાદ છે.
148 તાલુકાઓમાં 500 મી.મી.થી (20 ઇંચ) વધુ વરસાદ છે.
40 તાલુકાઓમાં 251 મી.મી.થી 500 મી.મી. વરસાદ છે.
1 તાલુકામાં 125થી 250 મીમી સુધી વરસાદ છે. જેમાં ભાવનગરના જેસર તાલુકાનો સમાવેશ થાય છે.
119 ડેમોમાં 80 ટકાથી વધારે પાણી છે. 7 ડેમમાં 70થી 80 ટકા પાણીનો સંગ્રહ છે.

આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં પણ સતત વરસાદ ચાલું છે. છેલ્લા છ વર્ષમાં આ વર્ષે સપ્ટેમ્બરમાં પહેલા અઠવાડીયામાં સૌથી વધુ વરસાદ થયો છે. 2015થી 2018 સુધી આ મહિનાના પહેલા વીકમાં એક ઈંચ જેટલો પણ વરસાદ થયો નહોતો. આ વખતે 4 ઈંચ જેટલો વરસાદ આ સાત દિવસમાં જ પડી ગયો છે.

ઉપરવાસમાં સારા વરસાદને પગલે નર્મદા ડેમમાં પાણીની આવક ચાલું છે અને સપાટી 136 મીટરને પાર કરી ગઇ છે. આગામી થોડાક જ દિવસોમાં સરદાર સરોવર 138ની ઐતિહાસિક પૂર્ણ સપાટીએ પહોંચે એવી શક્યતાઓ છે. પોણા ત્રણ લાખ ક્યૂસેકની આવક સામે આશરે બે લાખની જાવક છે. કેનાલમાં પાણી છોડીને રાજ્યના અન્ય જળાશયોમાં પાણી ભરવામાં આવી રહ્યું છે.

Leave a Response

error: Content is protected !!