Corona Update

રેપિડ ટેસ્ટિંગ ભારતમાં શરૂ : 30 મીનિટમાં જ કોરોના છે કે નહિ ખબર પડશે.. ટેસ્ટિંગની કિમંત માત્ર 450 રૂપિયા

1.84Kviews

ગૃહમંત્રી અમિત શાહે રાજધાની દિલ્હીમાં કોરોનાની સ્થિતિ બાબતે બોલાવેલી સર્વપક્ષીય બેઠક પછી ટેસ્ટિંગ વધારવાની વાત કરી.

  • ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ(આઈસીએમઆર)એ એક નવી ટેસ્ટિંગ કિટને મંજૂરી આપી છે,
  • જે ફક્ત 30 મિનિટમાં જ પરિણામ આપે છે
  • તેની કિંમત પણ 450 રૂપિયા જ છે.
  • આ ટેસ્ટિંગ માટે લેબમાં જવું જરૂરી નથી
  • ઓન ધ સ્પોટ આવશે રિઝલ્ટ

સરળ શબ્દોમાં કહીએ તો ઍન્ટિજેન ટેસ્ટમાં શ્વસનતંત્રના ઉપરના ભાગમાંથી નમૂનો લેવામાં આવે છે અને વાઇરસની હાજરી છે કે નહીં તે તપાસવામાં આવે છે.

આઈસીએમઆર તરફથી આપવામાં આવેલા નિર્દેશ મુજબ રેપિડ ઍન્ટિજેન ટેસ્ટ માટે સૅમ્પલ પ્રશિક્ષિત સ્વાસ્થ્યકર્મી જ લેશે અને તે દરમિયાન પીપીઈ કિટ વગેરેનું ધ્યાન રાખવું પણ જરૂરી રહેશે. નમૂનાનું ટેસ્ટિંગ કલાકમાં જ કરી લેવામાં આવશે.

જેમનું રિઝલ્ટ કોવિડ-19 નૅગેટિવ આવશે એની ખાતરી માટે આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવામાં આવશે. પૉઝિટિવ આવનાર માટે ફરી ટેસ્ટની જરૂરિયાત નહીં રહે.

કોરિયાની એક કંપનીએ આ કિટ તૈયાર કરી છે જેને આઈસીએમઆર અને ઍઇમ્સે તપાસ કરી છે અને એ રીત તેને મંજૂરી આપવામાં આવી છે.

અત્યારે કોવિડ-19 માટે આરટી-પીસીઆર ટેસ્ટ થાય છે અને તે કરાવવા માટે 2000થી 4500 રૂપિયાનો ખર્ચ થાય છે. આનું પરિણામ આવતા બેથી પાંચ કલાક લાગી શકે છે. વળી, આમાં સૅમ્પલ લેવામાં અને લૅબ સુધી પહોંચાડવામાં પણ સમય લાગતો હોય છે.

કોવિડ-19 ટેસ્ટ કરનારી લૅબની સંખ્યા ઓછી હોવાને લીધે પણ પરિણામ આવવામાં વાર લાગે છે. ઘણી વાર તો દિવસો નીકળી જાય છે.

ઍન્ટિજેન ટેસ્ટિંગ કિટનો ઉપયોગ હૉટસ્પૉટ તેમજ ઉપચાર સાથે સંકળયેલાં ક્ષેત્રોમાં તથા પૉઝિટિવ દરદીઓનાં સંપર્કમાં આવનારા દરદીઓ માટે કરવામાં આવશે. આ ઉપરાંત જે લોકોને ડાયાબિટિસ, હૃદયની સમસ્યાઓ, શ્વાસની તકલીફ વગેરે હોય તેમના માટે પણ આનો ઉપયોગ કરાશે.

Leave a Response

error: Content is protected !!