રાજનીતિ

ઐતિહાસિક..અભુતપુર્વ.. આનંદો…કાશ્મીરી પંડિત કરી શકશે ઘરવાપસી, મોદી સરકારે લાગુ કરી દીધો આ નિયમ

3.5Kviews

મોદી સરકારે લોકડાઉન વચ્ચે નિયમ લાગુ કરીને સૌને આનંદના સમાચાર આપ્યા છે. મોદી સરકારે નવો નિર્ણય લઈને પાકિસ્તાનને સ્તબ્ધ કરી દીધુ છે. હવે કાશ્મીર પર પુર્ણ અધિકાર ભારતો થઈ જશે. કાશ્મીર ભારતનું છે હતુ અને રહેશે.

  • કોરોના સંકટ વચ્ચે જમ્મુ-કાશ્મીર શાસિત શાસિત ક્ષેત્રમાં મંગળવારે નવો ડોમિસાઇલ એક્ટ અમલમાં આવ્યો
  • કોઈપણ વ્યક્તિ જે ઓછામાં ઓછા 15 વર્ષથી જમ્મુ કાશ્મીરમાં છે, તે જમ્મુ કાશ્મીરનો રહેવાસી કહેવા માટે હકદાર રહેશે.
  • કાશ્મીરી પંડિતને મળશે તેનો હક્ક અને ફરીથી તે કરશે ઘરવાપસી

જમ્મુ-કાશ્મીરમાં વસાહતનાં નવા નિયમોની સૂચનાને બીજેપીએ આવકારી છે. ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાએ કહ્યું કે આ નવા નિયમથી તમામ શરણાર્થીઓને, રાજ્યની બહાર રહેતા કાશ્મીરી પંડિતોને તેમના હક પણ મળી રહેશે. જમ્મુ-કાશ્મીર વહીવટીતંત્ર દ્વારા સોમવારે બહાર પાડવામાં આવેલા નવા નિયમો અંતર્ગત પશ્ચિમ પાકિસ્તાનના લોકો, વાલ્મિકીઓ, સમુદાયની બહાર લગ્ન કરનારી મહિલાઓ, નોંધણી વગરના કાશ્મીરી સ્થળાંતરકારો અને વિસ્થાપિત લોકોને ટૂંક સમયમાં ઘરનો હક મળી જશે.

નવો ડોમિસાઇલ એક્ટ શું છે?

જમ્મુ-કાશ્મીર વહીવટીતંત્રે નવા ડોમિસાઇલ સર્ટિફિકેટ (કાર્યવાહી) નિયમો 2020 લાગુ કર્યો છે. આ સાથે, રાજ્યમાં સ્થાનિક નાગરિક પ્રમાણપત્ર (પીઆરસી) ની જગ્યાએ ડોમિસાઇલ પ્રમાણપત્ર આપવા માટે 15 દિવસની સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે. પશ્ચિમના પાકિસ્તાની શરણાર્થી, સફાઈ કામદારો અને અન્ય રાજ્યોમાં લગ્ન કરતી મહિલાઓના બાળકો પણ નિવાસના હકદાર રહેશે. આ બધા માટે, ફરજિયાત કેટેગરી અને 15 વર્ષ સુધી રાજ્યમાં રહેવા સહિતની અન્ય કેટેગરીના નિયમો લાગુ થશે.

ભારતના આ આંતરિક નિર્ણયથી પાકિસ્તાન કેમ ખરાબ રીતે પરેશાન છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે ભારતનું આ નવું સ્થાન કૃત્ય જમ્મુ-કાશ્મીરની વસ્તીમાં પરિવર્તન લાવવાનું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે, ભારતે કાશ્મીરમાં જે નવી ડોમિસાઈલ એક્ટ લાગુ કરી છે તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે અને બંને દેશો વચ્ચે યુએન સુરક્ષા પરિષદના કરારનું જાહેરમાં ઉલ્લંઘન છે. “

Leave a Response

error: Content is protected !!