રાજનીતિ

ટેકાના ભાવે મગફળી ખરીદીની નોંધણી શરૂ,જાણો ક્યાં થાય છે નોંધણી માટે પડાપડી

144views

ટેકાના ભાવે મગફળી ખરીદીની નોંધણી શરૂ કરવાની સત્તાવાર જાહેરાત પહેલા જ થઈ ચુકી હતી ત્યારે આજે સરકાર તરફથી 11 માર્કેટિંગ યાર્ડમાં નોંધણી શરૂ કરી દેવામાં આવી છે જે 31મી ઓક્ટોબર સુધી થનાર છે.ત્યારે ખેડૂતોની કહેવું છે કે સરકારે ટેકાના ભાવમાં સામાન્ય વધારો કર્યો છે.ગત વર્ષે એક મણનો ટેકાનો ભાવ રૂ. 1000 હતો.

ગીર સોમનાથ જિલ્લામાં  સવારથી ટેકાના ભાવે મગફળીની રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. મગફળીની નોંધણી માટે ખેડૂતોએ સવારના પાંચ વાગ્યાથી જ લાઈનો લગાવી હતી. કલેક્ટરના આદેશ પ્રમાણે નોંધણી શરૂ થઈ હતી.બીજી તરફ જામનગરના હાપા યાર્ડમાં ખેડૂતોને મગફળીના રજીસ્ટ્રેશનમાં પ્રથમ ગ્રાક્ષે મક્ષિકા જેવી સ્થિતિ થઈ છે. તો રાજકોટની વાત કરીયે તો યાર્ડમાં નોંધણી માટે પડાપડી જોવા મળી રહી છે.

 

Leave a Response

error: Content is protected !!