રાજનીતિ

ગુજરાત યુનિર્વસિટીમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ, જાણો ઓનલાઈન કેવી રીતે કરી શકાશે અરજી

464views

ગુજરાત યુનિવર્સિટી કોમર્સ સહિતના કોર્સની 37,000 બેઠકો પરના પ્રવેશ કાર્યક્રમની 2020-21 જાહેરાત કરાઈ છે.

  • બીકોમ, બીબીએ, બીબીસીએ, એમએસસી-આઈટી, એમબીએ ઈન્ટીગ્રેટેડ કોર્સમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ
  • આ વર્ષે કોરોનાના લીધે પ્રવેશ માટે પીન વિતરણથી લઈને  પ્રવેશ  એલોટમેન્ટ સુધીની તમામ પ્રવેશ કાર્યવાહી ઓનલાઈન થશે.
  • ઓન લાઈન પિન મેળવવા માટે ગુજરાત યુનિવર્સિટીની વેબસાઈટ ખોલ્યા પછી એડમિશન સેક્શનમાં જવાનુ રહેશે.  
  • તે પછીથી બીકોમ ફેકલ્ટીમાં ગયા બાદ વિદ્યાર્થીનુ નામ, ફોન નંબર અને ઈમેલ એડ્રેસ લખ્યા પછી રૂ.125  ઓનલાઈન ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડથી ભરવા પડશે. તેની ઓનલાઈન પહોંચ મળશે. આ જેમાં પિન નંબર લખેલો મળશે.
  • વિદ્યાર્થીના ઈમેલ અને ફોન નંબર પર પણ આ વિગતો મોકલાશે. 
  • ઓનલાઇન રજિસ્ટ્રેશન અને ચોઇસ ફિલિંગ 20 જૂનથી 2 જુલાઈ સુધી કરી શકાશે.
  • એ પછી 5 જુલાઇએ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે.
  • 12 જુલાઈએ કોલેજ એલોટમેન્ટ માટે મોક રાઉન્ડ યોજાશે.
  • પહેલા રાઉન્ડ માટે ચોઇસ ફિલિંગ ઓલ્ટરેશન 13થી 14 જુલાઈએ થઈ શકશે અને તેનું સીટ એલોટમેન્ટ 17 જુલાઈએ કરવામાં આવશે.

Leave a Response

error: Content is protected !!