જાણવા જેવુ

મુકેશ અંબાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ અને વિશ્વમાં છઠ્ઠા ક્રમાંકે જાણો કેટલી છે તેમની કુલ સંપત્તિ

232views

ગુજરાતી એવા મુકેશ અંબાણીએ વિશ્વમાં નામ મેળવી લીધુ છે. માત્ર ભારતના જ નહિ પણ એશિયાના સૌથી વધુ ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી બન્યા છે. તો સાથે જ વિશ્વમાં સૌથી ધનાઢ્ય વ્યક્તિમાં તે છઠ્ઠા નંબરે આવ્યા છે. મુકેશ અંબાણીએ હાલમાં જાહેર કર્યુ હતુ કે રિલાન્સ હવે 100 ટકા દેવા મુક્ત છે.

  • બ્લૂમબર્ગની બિલિનિયર્સ ઇન્ડેક્સ મુજબ મુકેશ અંબાણીની કુલ સંપત્તિ 72.4 એબજ ડોલર થઇ ગઇ છે.
  • વિશ્વના સૌથી ધનિકોની હરોળમાં ગૂગલના કો-ફાઉન્ડર લૈરી પૈજને પાછળ છોડી આ સ્થાન મેળવ્યુ છે.
  • સોમવારે રિલાયન્સના શેરમાં 3 ટકાનો ઉછાળો આવ્યો હતો. 
  • રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કંપની જીયો પ્લેટફોર્મ્સમાં એક પછી એક એમ 13 રોકાણકારો પૈસા લગાવી ચૂક્યા છે, જેમાં ફેસબુક પણ સામેલ છે.
  • આ રોકાણકારો થકી અંબાણીને 1,18,000 કરોડ રુપિયા રોકાણ પેટે મળ્યા છે.
  • સોમવારે આવેલો ઉછાળો પર રોકાણના કારણે જ આવેલો માનવામાં આવે છે કારણ કે રવિવારે 13માં રોકાણકાર Qualcomm Venturesએ જીયો પ્લેટફોર્મ્સની 0.15 ટકાની ભાગીદારી ખરીદતા 730 કરોડ રુપિયાનું રોકાણ કર્યુ હતું.

શેર્સમાં ઉછાળાનો ફાયદો તો મુકેશ અંબાણીને મળ્યો જ છે, પરંતુ અમેરિકન શેર માર્કેટમાં થયેલા કડાકાએ પણ તેમને ફાયદો પહોંચાડ્યો છે. આ કડાકાને લીધે ગૂગલના કો-ફાઉન્ડર લૈરી પૈજની સંપત્તિ 71.6 અબજ ડોલર પર આવી પહોંચી, જ્યારે ગૂગલના સ્થાપક સેરજે બ્રિનની સંપત્તિ 69.4 એબજ ડોલર થઇ હતી. ટેસ્લાના એલન મસ્ક પણ મુકેશ અંબાણીથી પાછળ રહી ગયા છે. ગયા અઠવાડિયે મુકેશ અંબાણીએ બર્કશાયર હૈથવેના સીઇઓ અને વિશ્વના દિગ્ગજ રોકાણકાર વોરેન બફેને પણ પાછળ છોડી સાતમા સ્થાને આવ્યા હતા. 

Leave a Response

error: Content is protected !!