રાજનીતિ

જલેબી પછી સુકોમેવાએ પણ જંપલાવ્યું..! ટિકટોક રિમુવ કરો અને મેળવો અઢીસો ગ્રામ સૂકોમેવો મફત

594views

થોડા દિવસ પહેલા વડોદરાથી સમાચાર આવ્યા હતા કે ટીકટોક મોબાઈલમાંથી દુર કરો મેળવો ગરમા ગરમ જલેબી.. હવે આણંદ પેટલાદના સોજીત્રામાં સહકારી સંઘનો સ્વદેશી અપનાવવાનો નવો નુસખો અપનાવ્યો છે.

ચીન દ્વારા અવારનવાર દેશને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે તેમજ સરહદો  પર ઘૂસણખોરી કરીને નિર્દોષ સૈનિકોનૈ મોતને ઘાટ ઉતારે છે ત્યારે દેશના નાગરિક તરીકે આપણા સૌની ફરજ છે કે તમામ વસ્તુઓનો સામૂહિક બહિષ્કાર કરીએ જેના ભાગરૂપે પેટલાદ સોજીત્રા તાલુકા ખરીદ વેચાણ સંઘ દ્વારા ચરોતર ની યુવા પેઢીને જાગૃત કરવા માટે ચાઇના ના ટીકટોક દૂર કરવાના હેતુથી ચાઇના ટીકટોક રીમુવ કરો અને 250 ગ્રામ સૂકોમેવો મફત મેળવો એવો નવતર પ્રયોગ અપનાવવામાં આવ્યો છે.દેશની જનતા સ્વદેશી વસ્તુઓ અપનાવશે તો દેશનું અર્થતંત્ર મજબુત બનશે.તેમજ ચીનની શાન પણ ઠેકાણે આવશે- તેજસ પટેલ,ચેરમેન પેટલાદ-સોજીત્રા તાલુકા ખરીદી વેચાણ સંધ

ચીન દ્વારા વિશ્વની યુવા પેઢીને બરબાદ કરવા માટે સોશિયલ મીડિયા દ્વારા અવનવા અખતરા કરવામાં આવે છે.ચીન દ્વારા સોશિયલ મીડિયા ઉપર મુકવામાં આવેલ ટીકટોક  યુવા પેઢીને બરબાદ કરી દેશને આર્થિક નુકસાન પહોચાડવાનો ભૂમિ અપનાવ્યો છે. ટીકટોકનો ઉપયોગ યુવાપેઢી કરી રહી છે. જેની અસર દેશની ભાવિ પેઢીના અભ્યાસ પર પણ વરતાઈ રહી છે સાથે સાથે આપણા દેશના 20  સૈનિકોને મોતને ઘાટ ઉતારી દેનાર ચીનને પાઠ ભણાવવાનો સમય પાકી  ગયો છે.

Leave a Response

error: Content is protected !!