રાજનીતિ

અર્નબે સોનિયાજીનું સાચુ નામ લીધુ તેમાં આખી કોંગ્રેસનેે પેટમાં કેમ દુખ્યુ ? જાણો આખી વારદાત

371views

મુંબઈના લોઅર પરેલના ન્યુઝ સ્ટુડિયોથી રાત્રે 10 વાગ્યાના શો કર્યા પછી અર્નબ ગોસ્વામી તેમના પત્ની સાથે ટોયોટા ગાડીમાં ઘરે જતાં હતા ત્યારે બે બાઈક સવાર લોકો આવી તેમના પર હુમલો કરી, ગાડી ના કાચ તોડવાનો પ્રયાસ કર્યો. આ ઘટના 22 અને 23 એપ્રિલની રાત્રે બની હતી.

    • આ વીડિયોમાં અર્નબ ખુદ તેના પરના હુમલા વાત કહી

</ul

>
સોનિયા ગાંધી વિશે અરનબ ગોસ્વામીએ શું કહ્યું?

અર્નબ આચાર્ય પ્રમોદ કૃષ્ણનને કહ્યું કે, જો કોઈ પૂજારીની હત્યા કરવામાં આવે તો તેમની પાર્ટી અને તમારી પાર્ટીના ‘રોમથી આવેલ ઇટાલીવાળી સોનિયા ગાંધી’ ક્યારેય ચૂપ નહીં રહે. અર્નબને દાવો કર્યો હતો કે જો આજે સોનિયા ગાંધી મોબ લિંચિંગ પર મૌન છે, તો તેનો અર્થ એ છે કે તે તેમના મનમાંને મનમાં ખુશ થાય છે.

“સોનિયા ગાંધી તો ખુશ છે. તે ઇટલીમાં રિપોર્ટ મોકલશે કે જુઓ, જ્યાં મેં સરકાર બનાવી છે, ત્યાં હું હિન્દુ સંતોની હત્યા કારવી રહી છું. તેમને ત્યાંથી વાહવાહી મળશે. લોકો કહેશે કે વાહ, સોનિયા ગાંધીએ સારું કર્યું. આ લોકોને શરમ આવવી જોઈએ. શું તેઓને લાગે છે કે હિન્દુઓ ચૂપ રહેશે? પ્રમોદ કૃષ્ણને કહેવું જોઈએ કે શું હિન્દુઓ ચૂપ રહેશે ? આખું ભારત એ જ પૂછે છે. બોલવાનો સમય આવી ગયો છે. “

અગાઉ પણ લોકડાઉનમાં નવરા બેઠેલા કોંગ્રેસના સમર્થકોએ પણ અર્નબ ગોસ્વામીને નિશાન બનાવતા તેમનો સમય પસાર કર્યો હતો અને કોંગ્રેસ હાઈકમાન્ડને ખુશ કરવા વિવિધ યુક્તિઓ અજમાવી હતી. કોંગ્રેસના સોશ્યલ મીડિયા સેલમાં કાર્યરત ગૌરવ પાંડીએ અર્નબ ગોસ્વામી પર પાલઘરમાં સાધુઓની હત્યાને કોમી રંગ આપવાનો આરોપ લગાવ્યો હતો. તેણે વીડિયો બનાવીને તેમને નિશાન બનાવ્યા.

અર્નવ ગોસ્વામી વિરુદ્ધ FIR નોંધાય છે. કોંગ્રેસના કેટલાક કાર્યકરો સોનિયા ગાંધી પર આવી ટીપ્પણી કરવા બદલ પોલીસમાં કમ્પલેઈન નોંધાવી છે તો બીજી બાજુ અર્નબે પણ પોતોના પર થયેલા હુમલાની FIR નોંધાવી છે.

Leave a Response

error: Content is protected !!