જાણવા જેવુતંત્રી લેખ

તમે ભોજનથી ભુખ સંતોષી શકશો પણ આ સ્ત્રીને ભુખ છે સ્વતંત્રતાની અને સન્માનની…

147views

 

તમારી પાસે ભોજન હશે તો તમે દરેક સમસ્યાનો ઉકેલ મેળવી શકશો…. 20મી સદીના મહાન જર્મન લેખક ફ્રેન્જના શબ્દો છે. ખરેખર એવું જ છે આપણે ગુજરાતીઓ પણ કહીએ છીએ પાપી પેટનો સવાલ છે, પણ સ્ત્રીને ભોજન કરતા પણ વહાલી સ્વતંત્રતા છે. આજે નાની માસુમ બાળતી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું ઘણા બુદ્ધિનિર્જીવ લોકો કહે છે સ્ત્રીના ટુંકા વસ્ત્રો જવાબદાર..સ્ત્રીએ બહાર મોડી રાત્રે ન નીકળવું જોઈએ વગેરે વગેરે ત્યારે સમાજમાં વારંવાર થતા આ પ્રકારની શરમજનક ઘટના વિશે મારી પોસ્ટ છે. જરા વિચારજો ગુજરાત.. આ માત્ર સ્ત્રી જ છે જે ભોજનની જ નહિ સન્માન અને સ્વતંત્રતાની ભુખી છે.

મારા હોસ્ટેલના સમયની વાત છે. હું ત્રણ વર્ષ રાજકોટ લોહાણા બોડિંગમાં રહી ત્યાં અમારી સાથે એવી સ્ત્રી પણ રહેતી જેને સમાજે સ્વીકારવાની ના પાડી હોય. અમે તેને માસી કહીને બોલાવતા.  કોઈ કારણસર કોર્ટ કેસમાં હોય અને સમાજ સ્વીકારવાની ના પાડે એટલે તેને મહિલા વિકાસ ગૃહ એટલે કે અમારી હોસ્ટેલમાં મોકલવામાં આવે જ્યાં તેને બે ટાઈમ જમવાનુ, નાસ્તો-પાણી સહિત રહેવાની ચોખ્ખી જગ્યા મળે અને સાથે જ હોસ્ટેલની સાફ સફાઈ કરી પૈસા કમાવવાની તક પણ મળે. એક તો આ સ્ત્રી પહેલાથી જ પીડિત હોય છે અને ઉપરથી સમાજ તરછોડી દે છે. રસ્તા પર ભટકવા કરતા વિકાસ ગૃહમાં રહેવું યોગ્ય હોય છે. હા એક વાત આ માસી માટે મહિલા વિકાસ ગૃહના કાયદા કડક હોય એટલે કે તેને બહાર આવવા-જવાની, કોઈ સાથે વાત કરવાની અને મોબાઈલ રાખવાની સખત મનાઈ. ક્યારેક અમે હોસ્ટેલમાં રહેતી છોકરીઓ તેને મોબાઈલ આપી મદદ કરતા.

હવે આ હોસ્ટેલ અમારા માટે હસી મજાકનું સ્થળ પણ આ તમામ સ્ત્રીઓ માટે જેલ સમાન.. એક મોડી રાતે હું કોલેજના અસાઈન્મેન લખવા જાગતી હતી લગભગ 2.30 વાગ્યા હશે હું હોસ્ટેલની અટારી(બાલ્કનીમાં) બેઠી હતી અચાનક એક પડછાયો જોયો. રાત્રે 2.30 વાગ્યા હતા પહેલા તો ભુતની જ બીક લાગી એમાં પણ હોસ્ટેલમાં ભુત છે તેવી અફવા ફેલાયેલી હતી. મેં હિમ્મત કરીને નીચે જોયુ તો એક માસી હાથમાં સીડી લઈને જઈ રહ્યા હતા.  આ તો છાશ વારા માસી હતા જે અમને રોજ હોસ્ટેલમાં છાશ આપતા.. હું સમજી ગઈ કે આ માસી દિવાલ કુદીને ભાગી રહ્યા છે..પહેલી વાર તો થયું કે કોઈકને જગાડું પણ બીજી જ પળ વિચાર આવ્યો કે હોસ્ટેલમાં બધું મળે છે છતા માસી ભાગી શા માટે રહ્યા છે.?  સમાજ તેને સ્વીકારશે પણ નહિ અને બે ચાર દિવસમાં પોલિસ પકડી પણ લેશે છતા આ માસી શાંતિવાળી જીંદગી છોડી ક્યાં ભાગી રહ્યા છે ?  હું આટલું બધું વિચારું એટલી વારમાં પેલા માસી દિવાલ કુદીને ભાગી ગયા અને હું વિચારતી રહી ગઈ. મને જવાબ મળ્યો- સ્ત્રી સ્વતંત્રતા ,સ્ત્રી સન્માન..

એક સ્ત્રી તેની સ્વતંત્રતા અને સન્માન માટે આરામદાયક જીવન પણ છોડી શકે છે.. બે વખતનું મળતુ ભોજન પણ છોડી શકે છે. સ્ત્રીમાં એટલી તાકાત છે કે તે બીજા ઘરના વાસણ સાફ કરીને પેટ ભરી લેશે પણ પોતાની સ્વતંત્રતા નહિ છોડે..

સ્ત્રીને બહાર નીકળવાથી જ દુષ્કર્મ અને છેડતી બંધ થતી હોય તો કહેવાતા મર્દ જાતિના લોકોએ બહાર નિકળવાનું બંધ કરવું જોઈએ. સ્ત્રીના ટુંકા વસ્ત્રો પહેરવાથી જ જો તકલીફ થતી હોય તો તમારી આંખ અને મગજ ભાળે આપી દેવા જોઈએ. સ્ત્રીની સ્વતંત્રતા અને સન્માન છીનવવાથી પ્રશ્નનો હલ નહિ થાય.

તમે રાત્રે 1 વાગ્યે બહાર જઈ શકો છો ક્યારેત તમારી પત્ની ,બહેન,મમ્મીને પણ લઈ જજો.. એકલા જવા દેજો.. સ્વતંત્રતા એટલે કોઈને પુછવાની નહિ માત્ર કહેવાની જરૂર જ પડે એવી સ્વતંત્રતા..

શુભ રાત્રિ – ખુશાલી બારાઈ

हर दिल की अपनी धड़कने

अपनी ही एक आग है

हर  दिल धड़कने दो, दिल धड़कने दो

Leave a Response

error: Content is protected !!