રાજનીતિ

પાલિકાની ચૂંટણીનો ધમધમાટ : CM રૂપાણીએ લીધો મામલો હાથમાં, માસ્ટર પ્લાન બનાવ્યો

1.44Kviews

આગામી નવેમ્બર- ડિસેમ્બરમાં રાજ્યમાં અમદાવાદ સહિતની 6 મહાનગરપાલિકા સહિત મોટાપાયે પાલિકા- પંચાયતોની સામાન્ય ચૂંટણીને લઇને સરકારે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખુદ આ વખતે મામલો હાથ ઉપર લીધો છે.

રાજ્યની 6 મહાનગરપાલિકાની ચૂંટણી સમયસર યોજાશે
31 જિલ્લા પંચાયતની ચૂંટણી નવેમ્બરમાં યોજાશે
સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણી પણ નવેમ્બરમાં થશે
રાજ્યનાં ચૂંટણીપંચે ચૂંટણીલક્ષી શરૂ કરી તૈયારીઓ

સીએમ રૂપાણી પોતે જ દરેક સમસ્યા પર ધ્યાન આપી રહ્યા છે : રિવ્યુ બેઠકથી વધારી રહ્યા છે કનેક્શન

શહેરી વિસ્તારોમાં ભાજપ માટે બહુ મોટી સમસ્યા નથી પરંતુ ગત ચૂંટણીના પરિણામ જોતા ગ્રામ્ય વિસ્તારોની એટલે કે પંચાયતોની મોટાભાગની બેઠકો કોંગ્રેસના ફાળે ગઇ હતી. જેના પગલે આ વખતે ભાજપ અને સરકારે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે.

  • તમામ જિલ્લાઓની સ્થિતિ અને પડતર પ્રશ્નો સહિતના મુદ્દાઓની સમીક્ષા માટે રોજેરોજ બેઠકોનો દોર શરૂ કર્યો છે.
  • રાજ્યના તમામ 33 જિલ્લાના સ્થાનિક પ્રશ્નો અંગે હવે ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણી સીધું ધ્યાન આપી રહ્યા છે.
  • પડતર પ્રશ્નો અને નવા કેવા કામો હાથ ધરી શકાય તે માટે દરરોજ કલેક્ટર- ડીડીઓ, ધારાસભ્ય અને સ્થાનિક આગેવાનો સાથે ગાંધીનગરમાં બેઠક યોજીને રિવ્યૂ કરવામાં આવી રહ્યો છે. 
  • દરરોજ બેથી ત્રણ જિલ્લાઓના અધિકારીઓ અને પદાધિકારીઓ તેમજ ધારાસભ્યો સાથે સીએમ બંગલે બેઠકો યોજવામાં આવી  રહી છે.
  • તમામ 33 જિલ્લાના રિવ્યૂનો રાઉન્ડ પૂરો થયા બાદ સરકાર અને સંગઠન સાથે મળીને પાલિકા- પંચાયત ઉપર કેસરીયો લહેરાય તેવો એક્શન પ્લાન તૈયાર કરશે.

Leave a Response

error: Content is protected !!