વિકાસની વાત

શિખરના વિકલ્પરૂપે ઋષભને વર્લ્ડકપમાં સ્થાન : એક સમયે લંગરમાં ભોજન લેતો ઋષભ

151views

ઈંગ્લેંડમાં રમાઈ રહેલા આઈસીસી વર્લ્ડકપ ૨૦૧૯માં શરૂઆતની બે મેચોમાં જીત મેળવી ચુકેલી ભારતીય ટીમ હાલમાં શાનદાર ફોર્મમાં છે. પરંતુ બીજી તરફ ટીમનાં ઓપનર શિખર ધવનનાં ડાબા  હાથનાં અંગૂઠામાં ઈજા પહોચવાનાં કારણે ભારતને બહુ મોટો ફટકો પણ પડ્યો છે.  હવે ઈજાગ્રસ્ત શિખર ધવનના વિકલ્પ રૂપે યુવા સ્ફોટક વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત ઈંગ્લેન્ડ રવાના થઇ ગયો છે.

ICC વર્લ્ડકપમાં સતત બે મેચમાં સફળતા મેળવી ચુકેલી વિરાટ બ્રિગેડ ગુરુવારે ન્યૂઝીલેન્ડ સામે મેદાનમાં ઉતરવાની છે, તે પહેલા ઋષભ પંત ટીમનો હિસ્સો બની ખેલાડીઓ સાથે પ્રેક્ટિસ કરવા ઉતરી શકે છે.

જો કે ઈજાગ્રસ્ત શિખર ધવન હાલમાં BCCIના ડોક્ટરોની નજર હેઠળ છે અને હાલમાં ઈંગ્લેંડમાં રોકવાનો છે. ઋષભ પંતને ટીમમાં સમાવેશ કરવાને લઈ BCCIના એક અધિકારીએ જણાવ્યું, ટીમ મેનેજમેન્ટના આગ્રહ પર પંતને શિખર ધવનના કવર રૂપે ઈંગ્લેંડ બોલાવવામાં આવ્યો છે..

આ પહેલા વર્લ્ડકપ ૨૦૧૯ માટે સિલેક્ટ કરવામાં આવેલી ભારતીય ટીમમાં પંતની જગ્યાએ વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકને ૧૫ સભ્યોની ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું, ત્યારથી જ આ એક ચર્ચાનો વિષય બન્યો હતો, કારણ કે પંત છેલ્લા એક વર્ષથી શાનદાર ફોર્મમાં હતો..

ઓસ્ટ્રેલિયા સામે મેચમાં ટીમ ઇન્ડિયાના ગબ્બરે શાનદાર સદી ફટકારી હતી અને મેન ઓફ ધ મેચનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો, પરંતુ આ ઇનિંગ્સ દરમિયાન ધવનનાં અંગૂઠામાં ઈજા પહોચી હતી અને આ કારણે તે ત્રણ અઠવાડિયા સુધી ટીમની બહાર રહેશે..

ઋષભ પંતની સફળતાની કહાણી :

જીવનમાં સફળતાનો આકાશ ખૂબ ઊંચો છે, પરંતુ તેની નીચેની જમીન સંઘર્ષોથી ભરેલી હોય છે. આ રીતે, સપનાને પૂરું કરવા માટેની જીદ અને ઉત્સાહ જ તમને મંજિલ પર પહોચાડે છે. આ જ પ્રમાણે ICC વર્લ્ડકપમાં શિખર ધવનની જગ્યાએ શામેલ કરવામાં આવેલા ઋષભ પંતની સફળતાની કહાણી પણ રોચક છે, કારણ કે પોતાના ક્રિકેટ કરિયરની શરૂઆતથી લઈ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રદાર્પણ કરવા સુધી પંતે ખુબ સંઘર્ષ કર્યો છે..

ઋષભ પંત ક્રિકેટ ક્લબ ક્રિકેટમાં શીખ્યો હતો અને ત્યારબાદ તે દિલ્હીના પ્રસિદ્ધ ક્લબ સોનેટ માટે રમ્યો. આ ક્લબના કોચ તારક સિન્હા પંત સાથેની રસપ્રદ વાર્તા જણાવતા કહે છે કે, અમે ટેલેન્ટ હન્ટનું આયોજન કરતા હતા, જ્યારે પંતે તેના વિશે સાંભળ્યું, ત્યારે તે ટેલેન્ટ હન્ટમાં ભાગ લેવા માટે તેની માતા સાથે રૂડકીથી દિલ્હી આવી ગયો હતો. આ સમયે પંત માત્ર ૧૨ વર્ષનો હતો અને આ દરમિયાન અંડર -12 ટૂર્નામેન્ટમાં પંતે ત્રણ સદી ફટકારી હતી.

લંગરમાં જમીને પંતે પોતાની સફર જાળવી રાખવી

એક સ્પોર્ટ્સ કલબથી કારકિર્દી શરુ કરનારા પંતે પોતાના ક્રિકેટ કરિયર દરમિયાન અનેક દિવસો સંઘર્ષમય રીતે વિતાવ્યા.. પંત જયારે રુદકીથી દિલ્હી આવ્યો ત્યારે તેને રહેવા માટે કોઈ સ્થાન નહતુ અને જમવાના પૈસા ખર્ચી શકે તેટલી તાકાત પણ ન હતી. પરંતુ પંતે નક્કી કર્યું હતું કે, સંઘર્ષથી આગળ વધવું છે.  પંતને અંતે દિલ્હીના મોતીબાગના ગુરુદ્વારામાં રહેવા માટે સ્થાન મળ્યું  અને ત્યારથી જ લંગરમાં ભોજન લઈને ક્રિકેટની પ્રેક્ટિસ માટે નીકળી જતો હતો.

  • હર્ષિદ પટેલ રિપોર્ટ

Leave a Response

error: Content is protected !!