રાજનીતિ

ભયાનક દ્રશ્યોઃ દરિયો તોફાની બનતાં જીવ બચાવવા પોલીસકર્મીઓ મકાનના છાપરા પર લટક્યા

98views

વાવાઝોડાને પગલે ગીર સોમનાથનો દરિયો ગાંડો તૂર બનતા લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા.ત્યારે વેરાવળના જાલેશ્વર વિસ્તારમાં લોકોના જીવ બચાવવાની કવાયતમાં પોલીસ કર્મચારીઓના જીવ જોખમમાં મુકાયા છે. સમુદ્રના ઉછળતા મોજાની ઝપટે ડીવાયએસપી અમિત વસાવા અને મહિલા પોલીસ સમુદ્રના મહાકાય મોજાની ઝપટે ચડી ગયા હતા. જીવ બચાવવા માટે પોલીસ કર્મચારીઓ મકાનના છાપરા પર લટકાયા હતા.

વેરાવળ બંદર ઉપર લાંગરેલી ફિસિંગ બોટલ ભારે પવનના કારણે પાણી નીચે રહેલા પથ્થરથી ટકરાઇ જતાં ડૂબવા લાગી હતી. ત્યારે બોટમાં રહેલા પાંચ લોકોએ નાની હોડીમાં કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો.

ગીર સોમનાથના સુત્રાપાડાના ઘામળેજ બંદર દરિયા કિનારે આવેલા મકાનોમાં ભારે પનવનના કારણે મકાનની દિવાલો ધરાશાયી થઇ હતી. જેના કારણે કાઠા વિસ્તારોમાં આવેલા મકાનોમાં પાણી ઘૂસ્યા હતા.પાણી ઘૂસવાથી જાનમાલનું કોઇ નુકસાન થયું નથી.પાણીથી બચાવવા માટે લોકો ચીજ વસ્તુઓને સલામત સ્થળે ખસેડી રહ્યા છે.

Leave a Response

error: Content is protected !!