રાજનીતિ

લવ જેહાદ : સુરતથી સિરિયલ કિલર 11 વર્ષે સંકંજામાં, કિલર અસ્લમે ઓળખ છુપાવીને હિંદુ યુવતી સાથે કર્યા લગ્ન..

1.04Kviews

11 વર્ષ પહેલા થયેલી 5 લુંટ વીથ મર્ડરના ગુનામા ફરાર આરોપીને આખરે ગુજરાત ATS ના હાથે ઝડપાયો છે.  મોજશોખ પુરા કરવા માટે લુંટ અને હત્યા કરનાર સિરિયલ કિલર આરોપીની ગુજરાત ATS એ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે સુખી પરિવારમાંથી આવતા આરોપીને આખરે કેમ હત્યા અને લૂંટનો માર્ગ અપનાવવો પડ્યો.  

  • ટ્રેક્ટર ચાલકોની હાથ-પગ બાંધી પાણીમાં નાંખી હત્યા કરતો
  • અસ્લમે પોતાની ઓળખ છૂપાવવા માટે લાલાભાઈ પટેલનું નામ ધારણ કર્યું હતું
  •  આ જ ઓળખનો ઉપયોગ કરી તેણે પોતાની સાથે કામ કરતી એક રમીલા નામની નર્સ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા
  • . જેને કારણે તેને હવે ત્રણ સંતાનો પણ છે
  • પોલીસે અસ્લમને પકડ્યો ત્યાં સુધી રમીલા જાણતી ન હતી કે તેનો પતિ મુસ્લિમ છે અને હત્યાઓનો આરોપી છે. 

કિલર બન્યો લવ જેહાદી : શેલ્બી હોસ્પિટલની હિન્દુ નર્સ સાથે પ્રેમ લગ્ન કર્યાં અને ત્રણ સંતાનનો પિતા બન્યો
શામળાજી પાસેની ઘટનામાં તેનો એક સાગરિત પકડાઈ જતાં અસ્લમ રાજસ્થાન ભાગી ગયો હતો અને ત્યાંથી ગોવા જઈને એક હોટલમાં નોકરી કરવા લાગ્યો હતો. થોડા મહિના પછી તે સુરત આવ્યો અને સુરતમાં તે હજીરા કંપનીમાં કામ કરવા લાગ્યો હતો. આ દરમિયાન તેનો સંપર્ક હોસ્પિટલમાં કામ કરતી એજન્સી સાથે થતાં તે છેલ્લા દોઢ વર્ષથી શેલ્બી હોસ્પિટલમાં નોકરી કરતો હતો. અસ્લમે પોતાની ઓળખ છૂપાવવા માટે લાલાભાઈ પટેલનું નામ ધારણ કર્યું હતું અને આ જ ઓળખનો ઉપયોગ કરી તેણે પોતાની સાથે કામ કરતી એક રમીલા નામની નર્સ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. જેને કારણે તેને હવે ત્રણ સંતાનો પણ છે, જોકે પોલીસે અસ્લમને પકડ્યો ત્યાં સુધી રમીલા જાણતી ન હતી કે તેનો પતિ મુસ્લિમ છે અને હત્યાઓનો આરોપી છે. 

ગુજરાત એટીએસએ અસ્લમ ઉર્ફે અમન શેખની ધરપકડ કરી લીધી છે. જે મૂળ બાલાસિનોરનો વતની છે પરંતુ છેલ્લા 11 વર્ષથી તે સુરતમાં છુપાઈને રહેતો હતો. આરોપી અસ્લમ અને તેના 5 સાગરીતો એ મળી વર્ષ 2008 થી 2011ના સમયગાળામાં 5 હત્યા કરી લૂંટને અંજામ આપ્યો હતો. આરોપી અસ્લમ અને તેની ગેંગ ટ્રેકટર લઈને જતા લોકોને ટાર્ગેટ કરતા અને લુંટ ચલાવતા હતા. ઉપરાંત ડ્રાઈવરના હાથ પગ બાંધી જીવતો પાણીમા નાખી હત્યા કરતા હતા.

આ ગેંગે 10 ટ્રેકટર, 12 ટ્રોલી અને એક બાઈકની લુંટ કરી હતી. આરોપી અસ્લમ શેખની પુછપરછ કરતા સામે આવ્યુ કે તેના પિતા કરીમભાઈ શેખ બાલાસિનોર પાસે એક પેટ્રોલ પમ્પ અને ટ્રેક્ટરની એજન્સી ધરાવતા હતા. પરંતુ મિત્રોના રવાડે ચડેલા અસ્લમે કોઠંબા, દેહગામ, મોડાસા અને છોટાઉદેપુર ખાતે હત્યા અને લૂંટ ને અંજામ આપ્યો હતો. 

Leave a Response

error: Content is protected !!