રાજનીતિ

રોહિત શર્માએ વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો, સૌથી વધુ રન ફટકારનાર બેટ્સમેન બન્યો

211views

શાનદાર ફોર્મમાં ચાલી રહેલા ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર બેટ્સમેન રોહિત શર્માએ વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ચાલી રહેલા આઈસીસી વિશ્વ કપ-2019મા ભારતીય ઓપનર રોહિત શર્મા ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. બાંગ્લાગેશ વિરુદ્ધ વિશ્વકપમાં રોહિત શર્માએ 104 રન બનાવ્યા હતા.

આ સાથે વિશ્વકપ-2019મા તેના 544 રન થઈ ગયા છે. તે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં પ્રથમ સ્થાને પહોંચી ગયો છે. તેણે ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નરને પાછળ છોડ્યો છે. રોહિત શર્માએ આ વિશ્વકપમાં પોતાની ચોથી સદી પણ ફટકારી છે. રોહિત પહેલા આ મામલે વોર્નર આગળ હતો. વોર્નરે 8 મેચોમાં 516 રન બનાવ્યા છે. ત્યારબાદ ઓસ્ટ્રલિયન કેપ્ટન એરોન ફિન્ચના નામે 504 રન છે.

બાંગ્લાદેશ સામેની મેચમાં રોહિત શર્માએ વર્લ્ડ કપમાં ચોથી સદી ફટકારી છે. રોહિતે દક્ષિણ અફ્રીકા સામે(122), પાકિસ્તાન(140), ઇંગ્લેન્ડ(102) અને બાંગ્લાદેશ સામે 104 રનની શતકીય ઈંગ્નિંગ રમી છે. આ પહેલા શ્રીલંકાના દિગ્ગજ વિકેટકીપર કુમાર સંગાકારાએ પણ 2007 વર્લ્ડ કપમાં ચાર સદી ફટકારી હતી.

રોહિત શર્મા સિવાય અન્ય કોઈ ભારતીય ખેલાડીએ એક વર્લ્ડ કપમાં ચાર સદી ફટકારી નથી. ઈંગ્લેન્ડ સામેની મેચમાં સદી ફટકારી રોહિતે સૌરવ ગાંગુલીની સરખામણી કરી હતી. ગાંગુલીએ 2003માં વર્લ્ડ કપમાં ત્રણ સદી ફટકારી હતી. રોહિત શર્માએ આ વર્લ્ડ કપમાં ચાર સદીના મદદથી કુલ 544 રન બનાવ્યા છે ને વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની લિસ્ટમાં સામેલ થયો છે.

વિશ્વ કપ ઈતિહાસમાં રેકોર્ડ સચિનના નામે
જો વિશ્વ કપ ઈતિહાસની વાત કરવામાં આવે તો સચિન તેંડુલકર આગળ છે. તેણે 2003ના વિશ્વકપમાં 673 રન ફટકાર્યા હતા. આ સાથે સચિનના નામે વિશ્વકપ ઈતિહાસમાં સૌથી વધુ રન ફટકારવાનો રેકોર્ડ પણ છે.

Leave a Response

error: Content is protected !!