Corona Update

આનંદો..! 66 લાખ ગુજરાતીઓના ખાતામાં સીધા એક હજાર રૂપિયા જમા થશે…એપ્રિલ માસ માટે રૂ.1000ની વધારાની સહાય

1.63Kviews

રાજ્ય સરકાર અન્ન સુરક્ષાધારા હેટળ 66 લાખ કાર્ડ ધારકોના એકાઉન્ટમાં સોમવારથી રૂ. 1000 જમા કરાવશે. એપ્રિલ માસ માટે સરકાર વધારાની સહાય કરશે. આ માટે કોઇ ફોર્મ ભરવાનું રહેશે નહીં. સરકાર ડેટાના આધારે રકમ જમા કરાવશે. આ માટે સરકાર પર 660 કરોડનો બોજો આવશે તેમ મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું છે.

CM અને ડે.CM દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના સામે લડવા 66 લાખ કાર્ડ ધારકોના ખાતામાં જમા થશે રૂ.1000. એપ્રિલ માસ માટે રૂ.1000ની વધારાની સહાય આપવામાં આવશે. સોમવારથી સીધા જ ખાતામાં જમા થશે રૂ.1000. લાભાર્થી કુટુંબના એકાઉન્ટમાં સીધા જમા થશે આ રૂપિયા. સરકાર પર વધારાનું રૂ.660 કરોડનું ભારણ આવશે

APL 1 કાર્ડધારકોને અનાજનું વિતરણ કરવામાં આવશે. અત્યાર સુધી 45 લાખ કુટુંબોએ રાશન મેળવ્યું છે. હજુ પણ રાશનની જરૂર હોય તો પુરુ પાડવામાં આવશે.

Leave a Response

error: Content is protected !!