Corona Update

સંઘ પ્રમુખ મોહન ભાગવતે પાલઘર મુદ્દે પોલીસ પર સવાલ ઉઠાવ્યા, તો કોરોના મુદ્દે કહ્યુ સ્વદેશી અપનાવવાનો અવસર

293views
 • જૈવિક પદ્ધતિઓથી જીવન ચલાવવું પડશે, પોતાના લોકોની સેવા ઉપકાર નહીં કર્તવ્ય છે
 • સ્વસ્થ મનથી ઉપાયો શોધવા પડશે, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું પડશે
 • સ્વદેશીનો ઉપયોગ કરવો જોઇએ, અને કોરોના સામે લડવા માટે ધૈર્યથી કામ કરવું પડશે
 • જૂન સુધી RSSના દરેક કામકાજ બંધ કરવામાં આવ્યા છે
 • RSS પ્રમુખ ભાગવતે કહ્યું- આપણે સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરીશું , જો તેના વિના જીવન ન ચાલે તો આપણી શરતો પર ચલાવીશું

RSS પ્રમુખ મોહન ભાગવત રવિવારે સાંજે કોવિડ-19 મહામારી મુદ્દા પર ઓનલાઇન વાત રજૂ કરવા આવ્યા હતા. તેમણે કહ્યું કે અહીં બનેલી વસ્તુઓનો ઉપયોગ કરો. જો તેના વિના જીવન ન ચાલે તો તેને આપણી શરતો પર ચલાવીશું. સ્વદેશીનું આચરણ અપનાવવું પડશે. ઉત્પાદનમાં ગુણવત્તામાં બિલકુલ 19 ન થાય, કારીગર, ઉત્પાદકો બધાને આ વિચારવું પડશે. સમાજ અને દેશને સ્વદેશી અપનાવવું પડશે. વિદેશો પર અવલંબન ન હોવું જોઇએ. આ પહેલી વખત છે જ્યારે મોહન ભાગવતે કોઇ વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર સંબોધન કર્યું .

ભાગવતના સંબોધનની પ્રમુખ વાતો

 • તેમણે કહ્યું- સામાન્ય સૂચનાઓ દરેક માટે છે. વિશેષ પરિસ્થિતિઓ પણ છે જમાં સૌને રાહત મળે એ પણ ધ્યાન રાખવું પડશે. આપણી સેવાના દાયરામાં સૌ કોઇ આવે, અનુશાસન એટલું લચીલું રાખવાનું છે. લોકોને આદતો પણ વ્યવસ્થિત રાખવી જોઇએ. લોકોને અનુભવ થઇ ગયો છે અને તેઓ તૈયાર છે તો આપણને પણ સારી વાતોનો પ્રચાર-પ્રસાર કરવો જોઇએ.
 • ભાગવતે કહ્યું- આપણને ધૈર્ય રાખવાનું છે. કેટલા દિવસ તે નથી વિચારવાનું, લગાતાર કરતા રહેવાનું છે. વિદુરનીતિમાં કહ્યું છે કે જે પુરુષને તેની જીત જોઇએ, પોતાનું સારું જોઇએ તેને 6 દોષ ખતમ કરવાના હોય છે. આળસ અને દીર્ઘ સૂત્રતા કામના નથી, તત્પરતા જોઇએ.
 • તેમણે કહ્યું- ભારતે આળસ ન કરી અને તરત નિર્ણય કર્યો. નિંદ્રા અને તંદ્રા મતલબ અસાવધાની. સમજી વિચારીને કામ કરવું. ભય અને ક્રોધને ટાળવો. લોકોને ભય છે કે ક્વોરેન્ટીનમાં નાખી દેશે તેથી છૂપાવવાનો પ્રયાસ કરે છે. નિયમોમાં બાંધી નાખ્યા તો તેમની ભાવના એવી છે કે અમારા પર આવું કંઇ ન થાય. ઉશ્કેરવા વાળા પણ ઓછા નથી , તેના લીધે જ ક્રોધ થાય છે અને પછી અતિવાદી કૃત્ય થાય છે. તેનો લાભ લેનારા લોકો છે.
 • તેમણે કહ્યું- હાથ ધોવા, માસ્ક લગાવવા, દવા લેવી એ જરૂરી છે, ખૂબ સાવધાનીપૂર્વક અને સજાગતાથી કામ કરવું પડશે
 • તેમણે કહ્યું- કોરોના સામે લડવામાં સૌ કોઇ આપણા છે. આપણે મનુષ્યોમાં ભેદ નથી કરતા. સેવામાં કોઇ પ્રતિસ્પર્ધી નથી. જે લોકો કામમાં લાગેલા છે તેમની સાથે મળીને કામ કરવાનું છે. આપણી સેવાનો આધાર પોતાનાપણાની ભાવના, સ્નેહ અને પ્રેમ છે. તેમણે કહ્યું- કામ કરતા કરતા આપણે બીમાર ન થઇએ તેનું ધ્યાન રાખવાનું છે. હાથ ધોવા, માસ્ક પહેરવા, દવા લેવી તે જરૂરી છે. ખૂબ સાવધાનીપૂર્વક સજાગતાથી કામ કરવું પડશે. જેમને જરૂરિયાત છે તેમની પાસે મદદ પહોંચે તેવું કામ કરવું પડશે.
 • સંઘ પ્રમુખે કહ્યું- કોઇ ભય અથવા ક્રોધના કારણે કોઇએ કંઇ કરી નાખ્યું તો આપણને એ વાતનું ધ્યાન રાખવાનું છે કે આપણા દેશનો વિષય છે અને આપણી ભાવના સહયોગની રહેશે, વિરોધની નહીં. રાજકીય રીતે આવી જાય, જેમને જે કરવું છે તે કરતા રહેશે. 130 કરોડનો સમાજ ભારતમાતાના પુત્ર છે અને આપણા ભાઇ છે. જો કોઇ ઘટના થાય છે તો પ્રતિક્રિયા આપવાની નથી. ભય અને ક્રોધવશ થતા કૃત્યોમાં આપણને સામેલ થવાનું નથી, અને તમારા સમાજને પણ આ જણાવો.
 • બે સન્યાસીઓની હત્યા થઇ અને તેને લઇને નિવેદનો થઇ રહ્યા છે. પરંતુ આ કૃત્ય થવું જોઇએ શું, કાયદો કોઇને હાથમાં લેવો જોઇએ , પોલીસને શું કરવું જોઇએ ? સંકટના આવા સમય પર આવા કિંતુ પરંતુ હોય છે, ભેદ અને સ્વાર્થ હોય છે. આપણે તેના પર ધ્યાન ન દઇને દેશહિતમાં સકારાત્મક બનીને રહેવું જોઇએ. સન્યાસીઓની હત્યા થઇ, ઢીબીઢીબીને તેમને ઉપદ્રવીઓએ મારી નાખ્યા. તે સન્યાસીઓ માનવ પર ઉપકાર કરનારા લોકો હતા.
 • લોકડાઉનની જરૂરિયાત નહીં રહે, આ બીમારી જશે. પરંતુ જે અસ્તવ્યસ્ત થયું છે તેને ઠીક કરવામાં સમય લાગશે. ઘણી જગ્યાએ એવું થયું કે છૂટ મળી તો ભીડ જમા થઇ ગઇ. આવનારા સમયમાં વિદ્યાલય ખુલશે તો તેના વિશે પણ વિચારવું પડશે. બજારો, ફેક્ટરી, ઉદ્યોગ શરૂ થશે ત્યારે પણ ભીડ નહીં હોય. તેના વિશે ચિંતા કરવી જોઇએ. ફરી આ બીમારી ન આવે તેના માટે સમાજને દિશા આપવાનું કામ આપણને કરતા રહેવું પડશે.
 • RSS ચીફે કહ્યું- રોગપ્રતિરોધક ક્ષમતા વધે તેના માટે યોગ છે, આસન છે. હવે તેના માટે પરિવારમાં સંસ્કારનું વાતાવરણ હોવું જોઇએ. તેના પ્રયત્નો આપણને કરવા પડશે. આપણને આપણી સેવામાં સૌને સામેલ કરવા પડશે અને સૌનો સહયોગ મેળવવો પડશે. પહેલી વખત વિશ્વ આવી સ્થિતિનો સામનો કરી રહ્યું છે. પ્રધાનમંત્રીએ સરપંચોને કહ્યું કે સંકટે આપણને સ્વાલંબનની શીખ આપી છે. ઘણા લોકો શહેરોથી ચાલ્યા ગયા છે. શું બધા લોકો પાછા આવશે. જે ગામમાં છે તેમને રોજગાર કોણ આપશે અને જે લોકો શહેરોમા આવ્યા છે તેમને રોજગારની વ્યવસ્થા પૂરી પાડવામાં આવે. સ્વાવલંબન આ વિપત્તિનો સંદેશ છે તો સ્વ આધારિત તંત્રનો આપણને વિચાર કરવો પડશે. આપણને અર્થનીતિ, વિકાસનીતિની રચના આપણા આધારે કરવી પડશે.

Leave a Response

error: Content is protected !!