રાજનીતિ

સરદાર પટેલનાં અધૂરા પત્રને સોશિયલ મીડિયામાં ફેરવીને આરએસએસને બદનામ કરવાનું કાવતરું

107views

અવારનવાર રાષ્ટ્રવાદી વિચારધારા સામે સેક્યુલર મંદબુદ્ધિજીવીઓ ઝેર ઓકતા રહે છે. હમણાં તેઓએ સરદાર પટેલની જન્મજયંતિનાં દિવસે ફરી એકવાર રાષ્ટ્રવાદી વિચારધારા ધરાવતા સંગઠન આરએસએસને નિશાનો બનાવ્યો. કેટલાંક અલ્પમતિ ધરાવતા સેક્યુલરો એવું શોધી લાવ્યા કે, સરદાર વલ્લભભાઈ પટેલ સંઘથી નફરત કરતા હતા. સરદાર સાહેબ આરએસએસ વિરોધી હતા.  હા, હશે સરદાર સાહેબ આરએસએસ વિરુદ્ધ હશે. કારણ કે, સરદાર સાહેબનાં પત્રનાં કેટલાંક અંશ પરથી આ બાબત સત્ય લાગે એવી રીતે રજૂ કરવામાં આવી છે. પરંતુ ના, એવું નથી. એ પત્રની હકીકત કઈક બીજી જ છે.

આરએસએસને બદનામ કરવાના કાવતરામાં બુદ્ધિહીન પરમ મંદબુદ્ધિજીવીઓ જાણી જોઈને એક ભૂલ કરી બેઠા છે. તેમણે ૧૧ સપ્ટેમ્બર ૧૯૪૮નાં એ પત્રને સોશિયલ મીડિયામાં ફરતો કર્યો જે પત્ર સરદાર પટેલ સાહેબે ગોલવલકરજીને લખ્યો હતો. જેમાં તેમણે ઈરાદાપૂર્વક એક અગત્યનાં ફકરાને કાઢી નાખ્યો છે. એ અતિ અગત્યનાં ફકરામાં એવું તો શું છે જે કાઢી નાખવામાં આવ્યું એ હું તમને કહીશ, પરંતુ તે પહેલાં કેટલીક બાબત સ્પષ્ટ કરવી જરૂરી જણાય છે.

ગાંધીજીની હત્યા કરવામાં આવે છે, ગોલવલકરજીની ધરપકડ કરવામાં આવે છે, સંઘ પર પ્રતિબંધ લગાવવામાં આવે છે, પરંતુ જ્યારે તેમની વિરુદ્ધ કોઈ જ પુરાવા મળતા નથી ત્યારે હત્યાનો કેસ પરત ખેંચી ગોલવલકરજીને ઓગસ્ટ ૧૯૪૮ સન્માનપૂર્વક જેલમાંથી છૂટા કરવામાં આવે છે, પરંતુ સંઘ પરથી પ્રતિબંધ હટાવવામાં આવતો નથી અને આ પ્રતિબંધને દૂર કરવા માટે ગોલવલકરજી સરદાર પટેલ સાહેબને એક પત્ર લખે છે. જેના જવાબમાં ૧૧ સપ્ટેમ્બર ૧૯૪૮માં સરદાર પટેલ સાહેબ ગોલવલકરજીને એક વળતો પત્ર લખે છે, જેમાં તેમણે સંઘને ઘણા સૂચનો અને પ્રસ્તાવ આપ્યા છે. સડેલી વિચારધારા ધરાવતા સેક્યુલરો રાષ્ટ્રવાદી વિચારધારા ધરાવતા સંઘને બદનામ કરવા એ પત્રમાંથી અતિ અગત્યનો એક ફકરો કાઢી એવું જણાવી રહ્યાં છે કે, જૂઓ સરદાર સાહેબ સંઘ વિરોધી હતા, સંઘથી નફરત કરતા હતા. લેકિન, કિન્તુ, પરંતુ અગાઉ કહ્યું તેમ એ સાચું નથી. સોશિયલ મીડિયામાં સરદાર સાહેબ દ્વારા ગોલવલકરજી પર લખેલા પત્રનો અતિ અગત્યનો એ ફકરો આ મુજબ છે.

“હું તમને ફરીથી કહેવા માંગુ છું કે તમે મારા જયપુર અને લખનઉનાં ભાષણો પર વિચાર કરો અને એ ભાષણોમાં મેં જે માર્ગ સંઘને બતાવ્યો છે તેનો સ્વીકાર કરો. મને ખાતરી છે કે તેમા જ સંઘ અને દેશનું ભલું છે. તમે આ માર્ગ સ્વીકાર કરશો તો દેશનાં કલ્યાણ માટે આપણે હાથ મિલાવી શકીશું. મને પૂર્ણ વિશ્વાસ છે કે, સંઘ દેશભક્તિનું કાર્ય કોંગ્રેસમાં આવીને જ કરી શકશે, અલગ રહીને કે વિરોધ કરીને નહીં.

હવે સમજાયું-જાણ્યું? સરદાર પટેલ સાહેબ સીધા જ ગોલવલકરજીને કહી રહ્યાં છે કે, સંઘનાં સ્વયંસેવકો કોંગ્રેસમાં જોડાઈ જવા જોઈએ. હવે હું તમને એ પણ જણાવવા માંગીશ કે, સરદાર પટેલ સાહેબે આ પત્રમાં પોતાના જયપુર અને લખનઉનાં ભાષણોનો ઉલ્લેખ કર્યો છે એની હકીકત શું છે? હકીકતમાં, ડિસેમ્બર ૧૯૪૭માં જયપુરમાં અને જાન્યુઆરી ૧૯૪૮માં લખનઉમાં પોતાના ભાષણોમાં સરદાર પટેલ સાહેબે જાહેરમાં કહ્યું હતું કે, સંઘના લોકો દેશભક્ત છે. જી હા.. સરદાર સાહેબને સંઘથી નફરત નહીં પરંતુ મહોબ્બત હતી. તેઓ તેવું ઈચ્છતા હતા કે, સંઘ કોંગ્રેસમાં જોડાઈ જાય. કારણ કે,

  • જો સરદાર સાહેબનાં મતે સંઘ ઘૃણાસ્પદ સંસ્થા હોત તો કેમ સરદાર સાહેબ ગોલવલકરજીને પત્ર લખી સંઘને કોંગ્રેસમાં સમાવેશ થઈ જવાનું કહેતા?
  • જો ગાંધીજીની હત્યામાં સંઘનો હાથ હોતો તો પછી બાપુનાં સાચા શિષ્ય પટેલ તેમને પોતાના પક્ષમાં લાવવા કેમ માંગતા હતા?

આટલું જ નહીં સરદાર પટેલ સાહેબે લખેલા પત્રમાં તેમણે જે કહ્યું તેના પર કામ પણ કર્યું હતું. ઘણાબધાને ખબર જ છે કે, તે જમાનામાં કોંગ્રેસની અંદર નેહરુનાં જૂથ જેટલું જ શક્તિશાળી એક જૂથ હતું. જેમાં પટેલ, ટંડન, રાજેન્દ્ર જેવા હિન્દુવાદી નેતાઓ હતા. હવે મૂળ વાત. સંઘમાંથી પ્રતિબંધ હટાવ્યાના થોડા સમય પછી કોંગ્રેસ કાર્યકારી સમિતિએ એક ઠરાવ પસાર કર્યો હતો કે, સંઘનાં સ્વયંસેવકો કોંગ્રેસમાં જોડાઈ શકે છે. જ્યારે ઠરાવ પસાર થયો ત્યારે નેહરુ રાષ્ટ્રમંડળ સંમેલનમાં ભાગ લેવા લંડન ગયા હતા. આ દરખાસ્તથી નહેરુ અને તેમના મેનન પ્રકારનાં સમર્થકો આશ્ચર્યચકિત થઈ ગયા. ભારત આવીને તરતજ નેહરુએ કાર્યકારી સમિતિને આ પ્રસ્તાવ પાછો ખેંચવાની ફરજ પાડી અને પ્રસ્તાવ પાછો ખેંચી લેવામાં આવ્યો.

આશ્ચર્યજનક વાત એ છે કે, રાષ્ટ્રવાદી વિચારધારા ધરાવતા લોકોને સોશિયલ મીડિયામાં બદનામ કરવાના સેક્યુલર સેલનાં કાવતરાને કેટલાંક સામાન્ય લોકોએ ખરું પણ માન્યું! વાસ્તવિક રીતે જેમનું ઈતિહાસ વિશેનું જ્ઞાન સાવ શૂન્ય છે, જેને ન તો ભાગલા વિશે કે ન તો ૧૯૪૭નાં રમખાણો વિશે કશી સમજ-જાણકારી છેતેઓ આવી સરદારના પત્રને તોડી મરોડી એક ખતરનાક ખેલ રમી રહ્યા છે જો જો તમે ન થતા આ ખેલનો શિકાર.

 

Leave a Response

error: Content is protected !!