Corona Update

મહિલા આરોગ્યકર્મી માટે રૂપાણી સરકારનો સંવેદનશીલ નિર્ણય, તબીબોએ કહ્યુ, “થેંક્યુ રાજ્ય સરકાર”

786views

કોરોનાની કામગીરી માટે જજૂમી રહેલી મહિલા કોરોના વોરિયર્સ માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે

જે અંતર્ગત હવે સગર્ભા તથા સ્તનપાન કરાવતી આરોગ્યકર્મી મહિલાઓને કોવિડ-19 વોર્ડ સિવાયની કામગીરી સોંપાશે એવું આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની યાદીમાં જણાવાયું છે.

ધાત્રી માતાઓ અને સગર્ભા માતાઓને જો કોવિડ વોર્ડમાં ડ્યુટિ આપવામાં આવે તો નાના બાળકોમાં પણ કોરોના વધવાની શક્યતા રહે છે. રાજ્ય સરકારે આ સંવેદનશીલતા દાખવીને માતાઓને કોવિડ વોર્ડની ડ્યુટીમાંથી મુક્તિ આપી છે.

રાજ્યમાં કોરોના વાઈરસ કોવિડ-19ની અસરોને પહોંચી વળવા તેમજ તેને અટકાવવા અને નિયંત્રણની કામગીરી ત્વરિત હાથ ધરી શકાય તે હેતુસર એપેડેમીક ડીસીઝ એકટ -૧૮૯૭ અન્વયે રાજ્યમાં ગુજરાત એપેડેમીક રેગ્યુલેશન- ૨૦૨૦ અમલમા છે.

Leave a Response

error: Content is protected !!