રાજનીતિ

કોરોના સામે જંગ લડવા રૂપાણી સરકારનું ‘ધનવંતરી રથ’મોડેલ સુપર હિટ

357views

કોરોના સામે જંગ લડવા રૂપાણી સરકારનું ‘ધનવંતરી રથ’મોડેલ સુપર હિટ કોરોના મહામારી સામે લડવા સીએમ રૂપાણીએ જે ગુજરાતમાં મોડેલ તૈયાર કર્યું છે એ છે ‘ધનવંતરી રથ’ છે.જે ખુબ સારું કાર્ય કરી રહ્યું છે.આ મોડેલની સુપ્રીમ કોર્ટે પણ નોંધ લીધી હતી અને બીજા રાજ્યોને પણ આ મોડેલ અપનાવા સૂચન કર્યું હતું.


શું છે આ ‘ધનવંતરી રથ’?

વડોદરામાં કોરોના સંક્રમણ વધતા ...


આ રથ એક મેડિકલ વેન છે જેમાં ઓપીડી,મલેરિયા ટેસ્ટ બીજા નાના મોટા ટેસ્ટ સાથે તેની દવાઓ પણ ઉપલબ્ધ હોય છે.સમગ્ર રાજ્યમાં 1000થી વધારે આ રથ ફરે છે જેના દ્વારા અત્યાર સુધીમાં 6 લાખથી વધુ લોકોએ તેનો લાભ લઈ ચુક્યા છે.

ઉલ્લેખનીય છે કે PM મોદીએ આજે કોરોના મહામારી અંગે બેઠક યોજી હતી જેમાં રૂપાણી સરકાર દ્વારા કાર્યરત સંજીવની વાન અને ધન્વંતરી રથના પીએમ મોદીએ વખાણ કર્યા હતા. તો સાથે જ બધા જ રાજ્યને કહ્યુ હતુ કે તમારે પણ ગુજરાતની જેમ ઘરે ઘરે જઈને કોરોના સારવાર આપવી જોઈએ.

તમને જણાવી દઈએ કે કેન્દ્રના આરોગ્ય વિભાગના જોઇન્ટ સેક્રેટરી લવ અગ્રવાલની આગેવાની હેઠળની ટીમ અમદાવાદ આવી પહોંચી હતીત્યારે વસંતનગરમાં કોરોનાની સ્થિતિ અને ધનવંતરી રથની સમીક્ષા કરી હતી.

Leave a Response

error: Content is protected !!