રાજનીતિ

CM રૂપાણીએ સુપર ક્રિટીકલ થર્મલ પાવરનો શુભારંભ કરતા વીજ ક્ષેત્રે ફાયદો જ ફાયદો

121views

CM રૂપાણીએ સ્ટેટ ગુજરાતમાં BHEL દ્વારા 800 મેગાવોટ વીજ ઉત્પાદન ક્ષમતા ધરાવતા સુપર ક્રિટીકલ થર્મલ પાવર યુનિટનો શુભારંભ કર્યો હતો.જેનાથી હવે રોકાણ, રોજગારી સહિતની અનેક તકો સર્જાશે તો સાથે જ વીજ ક્ષેત્ર સાથે જોડાયેલા સૌને ફાયદો જ ફાયદો થવાનો છે.

ખાસ વાત જાણો ‘સુપર ક્રિટીકલ થર્મલ પાવર યુનિટ’  વિશે :

દેશની સૌથી મોટી સાર્વજનિક ક્ષેત્રની વિજળીનાં મહાકાય ઉપકરણો બનાવતી કંપની ભારત હેવી ઈલેક્ટ્રિકલ્સ લિમિટેડ (BHEL) દ્વારા ગુજરાતનાં વણાકબોરીમાં 800 મેગાવોટ વીજ ઉત્પાદનની ક્ષમતાવાળું સુપર ક્રિટીકલ થર્મલ પાવર યુનિટ શરૂ કરવામાં આવ્યું છે. ખેડા જિલ્લામાં સ્થિત  આ યુનિટ ગુજરાત રાજ્ય વિદ્યુત નિગમ લિમિટેડ (જીએસઈસીએલ)ની માલિકી ધરાવે છે. BHEL દ્વારા અગાઉ વણાકબોરી ખાતે 210 મેગાવોટની વીજ ઉત્પાદની ક્ષમતા ધરાવતા સાત એકમો સ્થપાયા હતા. હવે આ કંપની દ્વારા ગુજરાત રાજ્ય વિદ્યુત નિગમની ખેડા જિલ્લામાં સ્થિત પરિયોજના હેઠળ આઠમા એકમનું કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે, ૮૦૦ મેગાવોટ વીજ ઉત્પાદનની ક્ષમતાવાળું આ યુનિટ ગુજરાત વિદ્યુત નિગમનું હાઈએસ્ટ રેટિંગ સુપર ક્રિટીકલ થર્મલ પાવર યુનિટ છે.

Leave a Response

error: Content is protected !!