રાજનીતિ

રાજકોટની AIIMSની કામગીરી ફેબ્રુઆરી ર૦ર૦ સુધીમાં પૂર્ણ કરવા રૂપાણીએ આપ્યું માર્ગદર્શન

84views

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટમાં AIIMS સત્વરે ચાલુ થાય તે માટેની આનુષાંગિક કાર્યવાહીની સમીક્ષા કરી હતી.  AIIMS રાજકોટ માટે ડિઝાઇન કન્સલટન્ટની નિમણૂંક થઇ ગઇ છે અને એજન્સી નક્કી કરવાની પ્રક્રિયા હાથ ધરાઇ છે તે સંદર્ભમાં ફેબ્રુઆરી ર૦ર૦ સુધીમાં આ કામગીરી પૂર્ણ કરી બાંધકામ શરૂ થાય તે માટે મુખ્યમંત્રીએ માર્ગદર્શન આપ્યું હતું. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટમાં AIIMS સત્વરે ચાલુ થાય તે માટેની આનુષાંગિક કાર્યવાહીની સમીક્ષા કરી હતી.  AIIMS રાજકોટ માટે ડિઝાઇન કન્સલટન્ટની નિમણૂંક થઇ ગઇ છે અને એજન્સી નક્કી કરવાની પ્રક્રિયા હાથ ધરાઇ છે તે સંદર્ભમાં ફેબ્રુઆરી ર૦ર૦ સુધીમાં આ કામગીરી પૂર્ણ કરી બાંધકામ શરૂ થાય તે માટે મુખ્યમંત્રીએ માર્ગદર્શન આપ્યું હતું.

વિશ્વ કક્ષાની સગવડ અપાશે રાજકોટની AIIMSમાં

  • આ બેઠકમાં AIIMS રાજકોટનું મોડલ તથા વિડીયો પ્રેઝન્ટેશન મારફતે હોસ્પિટલમાં ઉપલબ્ધ સગવડતાની વિગતો મુખ્યમંત્રી સમક્ષ પ્રસ્તુત કરવામાં આવી હતી.
  • રાજકોટમાં નિર્માણ થનાર આ અદ્યતન AIIMS રૂ. ૧૧૦૦ કરોડના ખર્ચે આકાર પામશે.
  • ૭પ૦ બેડની કુલ કેપેસીટી તથા વિવિધ રર જેટલી સ્પેશ્યાલિટી ટ્રીટમેન્ટ તેમજ રરપ સુપર સ્પેશ્યાલિટી બેડ, ૭પ ICU બેડ અને કેઝયુલીટી વોર્ડમાં ૩૦ બેડ ઉપલબ્ધ થશે તેની વિગતો પણ વિજયભાઇ રૂપાણીને આપવામાં આવી હતી.
  • ૨૦૦ એકર જમીનમાં વિકસિત થઇ રહેલ AIIMS રાજકોટમાં મુખ્ય હોસ્પિટલ, ટીચીંગ માટે એકેડેમિક બ્લોક, હોસ્ટેલ્સ, ફેકલ્ટી માટે રહેવાની વ્યવસ્થા, સ્ટાફ ક્વાર્ટર્સ, આયુષ માટે બ્લોક, દર્દીના સગાવહાલા માટે ધર્મશાળા વ્યવસ્થા, શોપીંગ સેન્ટર, કેન્ટીન કોમ્પલેક્ષ, દિનદયાળ ઔષધિ સ્ટોર્સ જેવી તમામ વિશ્વ કક્ષાની સગવડ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
  • આ સંકુલમાં કુલ ૧૬ લાખ સ્ક્વેરફીટ બાંધકામમાં આ તમામ ફેસીટલીટીનો સમાવેશ કરવામાં આવશે.

મુખ્યમંત્રીએ રાજ્ય કક્ષાએથી રૂડા મારફતે ડી.પી. રોડ, પાવર કનેક્શન, વોટર કનેક્શન સહિત તમામ મંજુરીઓ-સગવડો તાત્કાલીક મળી જાય તેવી સુચના સંબંધિત અધિકારીઓને આપી હતી અને કેન્દ્ર સરકારની ટીમને તમામ મદદની ખાત્રી આપી હતી.

Leave a Response

error: Content is protected !!