Corona Update

રાજ્યમાં 1 લાખની લોન યોજના પુરપાટ વધતી આગળ, એક મહિનામાં જ 1100 લોકોને લોન મળી

1.26Kviews

આત્મનિર્ભર ગુજરાત અંતર્ગત 1 લાખની લૉન યોજના પૂરપાટ આગળ વધી રહી છે, રાજ્યમાં લગભગ 1100 લોકોને લૉન મળી પણ ગઈ!

  • રાજકોટ શહેર જિલ્લામાં ૬૮ અરજદારોને, અમદાવાદમાં ૧૯૬, સુરતમાં ૪૫૫, મહેસાણામાં ૧૪૩ સહિત અનેક જિલ્લાના અનેક લોકોની લોન પાસ થઈ ગઈ
  • ૩૧ ઓગષ્ટ સુધીમાં લોન માટે અરજી કરવાની રહેશે,
  • સહકારી સંસ્થાઓ ૧૫ નવેમ્બર સુધીમાં જેને લોન આપે તે અરજદારને સરકારની સહાયનો લાભ મળવાપાત્ર
  • લાભાર્થી અરજદારે હપ્તા ઉપરાંત માત્ર ૨ ટકા વ્યાજ જ ભરવાનુ રહે છે.
  • આ યોજનામાં હવે કન્ઝયુમર સોસાયટીઓને પણ ઉમેરવામાં આવી છે

આત્મનિર્ભર ગુજરાત અંતર્ગત વિજયભાઈ રૂપાણીએ જાહેર કરેલી 1 લાખની યોજના પૂરપાટ આગળ વધી રહી છે. ગઈ તા. ૨૧ મેના રોજ યોજના અમલમાં આવ્યા બાદ આજે સવાર સુધીમાં ૨૧ જિલ્લાઓની સહકારી સંસ્થાઓએ ૧૦૯૧ અરજદારોની રૂ. ૯.૭૧ કરોડની લોન મંજુર કરી છે. જેમાંથી ૭૨૪ અરજદારોને રૂ. ૬.૩૫ કરોડની લોન મળી ગઈ છે. લોન મંજુર થયા બાદ ગણતરીની કલાકોમાં જ જે તે સહકારી સંસ્થા દ્વારા અરજદારના ખાતામાં નાણા જમા થઈ જાય તેવી વ્યવસ્થા છે.

સત્તાવાર માહિતી મુજબ રાજકોટ શહેર જિલ્લામાં ૬૮ અરજદારોના રૂ. ૬૭,૧૦,૦૦૦ લોન પેટે મંજુર થયા છે. જેમાંથી ૩૬ અરજદારોને લોન મળી ગઈ છે. અમદાવાદમાં ૧૯૬, સુરતમાં ૪૫૫, મહેસાણામાં ૧૪૩ સહિત અનેક જિલ્લાના અનેક લોકોની લોન પાસ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, આ યોજનામાં ૬ ટકા વ્યાજ સરકાર ભોગવશે. લાભાર્થી અરજદારે હપ્તા ઉપરાંત માત્ર ૨ ટકા વ્યાજ જ ભરવાનુ રહે છે. આ યોજનામાં હવે કન્ઝયુમર સોસાયટીઓને પણ ઉમેરવામાં આવી છે. ૩૧ ઓગષ્ટ સુધીમાં લોન માટે અરજી કરવાની છે. સહકારી સંસ્થાઓ આ યોજના અંતર્ગત ૧૫ નવેમ્બર સુધીમાં જેને લોન આપે તે અરજદારને સરકારની સહાયનો લાભ મળવાપાત્ર છે.

Leave a Response

error: Content is protected !!